Western Times News

Gujarati News

ભારતની સાથે આરોગ્ય ક્ષેત્રમાં સમજૂતિ કરવા અમેરિકા તત્પર

વોશિંગ્ટન: ભારતે કોરોના મહામારીની વચ્ચે પહેલા દવા અને હવે વેકસીન દ્વારા દુનિયાભરના અનેક દેશોની ખુલ્લા મને મદદ કરી છે અમેરિકા પણ આ દેશોમાં સામેલ છે આજ કારણ છે કે અમેરિકા ભારતની સાથે આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે વ્યાપક સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટે તત્પર છે એ યાદ રહે કે અમેરિકામાં કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લગભગ ૨૫ લાખ લોકોના મોત નિપજયા છે જેમાંથી ૨૦ ટકા લોકોના મોત અમેરિકામાં થયા છે.

ભારતમાં એક તરફ જયાં તેજીથી કોરોના વાયરસ સંક્રમણના મામલામાં ઘટાડો નોંધાયો છે ત્યાં અમેરિકા જેવા પશ્ચિમ દેશોમાં આ જાનલેવા વાયરસે ફરીથી હલચલ વધારી દીધી છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો પ લાખને પાર કરી ચુકયો છે આ દરમિયાન અમેરિકાએ કહ્યું કે કોવિડ ૧૯ મહામારીને લઇ બંન્ને દેશો વચ્ચે સહયોગ સ્વાસ્થ્ય અને જૈવચિકિત્સા અનુસંધાનના ક્ષેત્રમાં બંન્ને દેશો વચ્ચે દાયકાથી ચાલી રહેલ સફળ ભાગીદારી પર આધારિત છે.

બાઇડને અમેરિકામાં એવા સમયે સત્તા સંભાળી છે જયારે ત્યાં કોવિડ ૧૯ના સંક્રમણથી મૃત્યુ પામનારાઓનો આંક પાંચ લાખની ઉપર પહોંચ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવકતા નેડ પ્રાઇસે કહ્યું કે અમે આરોગ્ય ક્ષેત્રમાં બંન્ને દેશો ( ભારત અને અમેરિકા) વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટે તત્પર છીએ અમે મહામારીનો સામનો કવા માટે નિદાન ચિકિત્સા રસીના ક્ષેત્રમાં મળી કામ કરી રહ્યાં છીએ

પ્રાઇસે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે જયારે વ્યાપક મુદ્દા પર ભાગીદારીની વાત આવે છે તો હું કહેવા માંગુ છું કે બંન્ને દેશો વચ્ચે આ સહયોગ સ્વાસ્થ્ય અને જૈવચિકિત્સા અનુસંધાનના ક્ષેત્રમાં દાયકાથી ચાલી આવી રહેલ સફળ ભાગીદારી પર આધારિત છે.
એ યાદ રહે કે અમેરિકામાં ડિસેમ્બરના મધ્યથી કોવિડ ૧૯ની વેકસીન લોકોને લગાવવાની શરૂઆત થઇ છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ મામલા સામે આવી ચુકયા છે. વાયરસ સંક્રમણથી પહેલું મોત ફેબ્રુઆરી ૨૦૨૦માં થયું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.