Western Times News

Gujarati News

ઈશાંતની ટેસ્ટમાં ‘સદી’ પૂરી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ મોમેન્ટો આપી સન્માન કર્યું

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટનો પ્રારંભ થયો છે. ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા માટે આ મેચ ખુબ યાદગાર છે. ઈશાંત શર્માએ મેદાનમાં ઉતરવાની સાથે નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ ઈશાંતના કરિયરની ૧૦૦મી ટેસ્ટ છે. તે ભારત તરફથી ૧૦૦ ટેસ્ટ રમનાર બીજાે ફાસ્ટ બોલર છે. આ પહેલા કપિલ દેવે ૧૦૦ ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. તો ઈશાંતે આ મેચને વધુ યાગદાર બનાવતા પોતાની બીજી ઓવરમાં વિકેટ પણ ઝડપી હતી. તો ઈશાંત શર્મા મેદાનમાં ઉતર્યો ત્યારે ભારતીય ટીમે તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું.

ઈશાંત શર્માએ ૨૫ મે ૨૦૦૭માં બાંગ્લાદેશ સામે ઢાકામાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. ૩૨ વર્ષના ઈશાંતે અત્યાર સુધી ૧૦૦ ટેસ્ટ મેચમાં ૩૦૩ વિકેટ ઝડપી છે. તેણે આ દરમિયાન ૧૧ વખત ૫ વિકેટ અને એક વખત ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી છે. ઈશાંત પોતાની કારકિર્દીમાં ફિટનેસ અને ખરાબ ફોર્મની સમસ્યાથી પરેશાન રહ્યો છે. જેના કારણે તે ડેબ્યુ પછીની અત્યાર સુધીની ૪૫ ટેસ્ટ મેચ રમી શક્યો નથી.અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે ખાસ મોમેન્ટો આપીને ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું સન્માન કર્યુ હતું. ૧૦૦ કે તેનાથી વધારે ટેસ્ટ રમનારા ભારતીય ખેલાડીઓમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારત માટે ૨૦૦ ટેસ્ટ મેચ રમી છે. જે વર્લ્‌ડ રેકોર્ડ છે. ૨૪ વર્ષની કારકિર્દી દરમિયાન સચિને ટેસ્ટ ક્રિકેટમાં ૫૩.૭૮ની એવરેજથી ૧૫,૯૨૧ રન બનાવ્યા છે.

આ દરમિયાન તેણે ૫૧ ટેસ્ટ સદી અને ૬૮ અર્ધસદી ફટકારી છે. સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૨૪૮ રનનો રહ્યો. જે તેણે બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. સચિને બોલિંગમાં પણ હાથ અજમાવતાં ૪૬ વિકેટ ઝડપી હતી. ધ વોલ નામથી જાણીતા રાહુલ દ્રવિડે ભારત માટે ૧૬૩ અને વર્લ્‌ડ ઈલેવન માટે એક ટેસ્ટ મેચ રમી. તે ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર પછી સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્‌સમેન છે. દ્રવિડે ૫૨.૩૧ની એવરેજથી ૧૩,૨૮૮ રન બનાવ્યા. જેમાં ૩૬ અર્ધસદી અને ૬૩ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૭૦ રનનો રહ્યો. જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

કલાત્મક બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણે ૧૩૪ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. લક્ષ્મણે ૪૫.૯૭ની એવરેજથી ૮૭૮૧ રન બનાવ્યા. જેમાં ૧૭ સદી અને ૫૬ અર્ધ સદીનો સમાવેશ થાય છે. લક્ષ્મણનો સૌથી વધારે સ્કોર ૨૮૧ રન રહ્યો. જે તેણે ઓસ્ટ્રેલિયા સામે કોલકાતાની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો. જમ્બો નામથી જાણીતા અનિલ કુંબલેએ ભારત માટે ૧૩૨ ટેસ્ટ મેચ રમી. લેગ સ્પિનર કુંબલે સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર છે.

કુંબલેએ ૨૯.૬૫ની એવરેજથી ૬૧૯ વિકેટ ઝડપી. જેમાં ૩૫ વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. કુંબલેએ પાકિસ્તાન સામે ટેસ્ટ ઈનિંગ્સમાં ૭૪ રન આપીને ૧૦ વિકેટ ઝડપી હતી. કુંબલે પહેલાં ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ઈનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ ઝડપી હતી. મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારત માટે ૧૩૧ ટેસ્ટ મેચ રમી. કપિલ દેવે ૨૯.૬૪ની એવરેજથી ૪૩૪ વિકેટ ઝડપી.

જેમાં ૨૩ પાંચ વિકેટ હોલનો સમાવેશ થાય છે. તેમણે બેટિંગથી પણ શાનદાર કમાલ કરતાં ૫૨૪૮ રન બનાવ્યા. જેમાં ૮ સદી અને ૨૭ અર્ધસદીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે સ્કોર ૧૬૩ રનનો રહ્યો. જે શ્રીલંકા સામે બનાવ્યો હતો.

મહાન ઓપનર સુનિલ ગાવસ્કરે ૧૨૫ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. ગાવસ્કર ટેસ્ટ મેચમાં ૧૦,૦૦૦ રન બનાવનાર દુનિયાના પહેલા બેટ્‌સમેન છે. ગાવસ્કરે ૫૧.૧૨ની એવરેજથી ૧૦,૧૨૨ રન બનાવ્યા. જેમાં ૩૪ સદી અને ૪૫ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૨૩૬ રન રહ્યો. જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. દિલીપ વેંગસકરે ૪૨.૧૩ની એવરેજથી ૬૮૬૮ રન બનાવ્યા. જેમાં ૧૭ સદી અને ૩૫ અર્ધસદીનો સમાવેશ થાય છે. વેંગસકરનો સૌથી વધારે સ્કોર ૨૩૯ રન છે. જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

દાદાના નામથી જાણીતા અને હાલ બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ભારત માટે ૧૧૩ ટેસ્ટ મેચ રમી. ગાંગુલીએ ૪૨.૧૭ની એવરેજથી ૭૨૧૨ રન બનાવ્યા. જેમાં ૧૬ સદી અને ૩૫ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૩૯ રન રહ્યો. જે તેમણે પાકિસ્તાન બનાવ્યો છે. મુલ્તાનના સુલ્તાનના નામથી જાણીતા વીરેન્દ્ર સેહવાગે ભારત માટે ૧૦૩ અને વર્લ્‌ડ ઈલેવન માટે ૧ ટેસ્ટ મેચ રમી. ૮૫૮૬ રન બનાવ્યા. જેમાં ૨૩ સદી અને ૩૨ અર્ધસદીનો સમાવેશ થાય છે. સેહવાગનો બેસ્ટ સ્કોર ૩૧૯ રન રહ્યો. જે તેણે સાઉથ આફ્રિકા સામે ચેન્નઈમાં બનાવ્યો હતો. ટર્બોનેટરના નામથી જાણીતા ઓફ સ્પિનર હરભજન સિંહે ભારત માટે ૧૦૩ ટેસ્ટ મેચ રમી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.