Western Times News

Gujarati News

શહેરોમાં સૂપડાં સાફ થયા પછી કોંગ્રેસને ગામડામાં હારનો ડર

ગાંધીનગર, ગાંધીનગર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬ મહાનગર પાલિકામાં સુપડા સાફ થઈ ગયા બાદ હવે કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે ચૂંટણીના આગામી રાઉન્ડમાં પંચાયત અને નગરપાલિકામાં આ પરિણામની અસર દેખાશે અને ૨૮મી ફેબ્રુઆરીએ થનારા આ મતદાનમાં પણ કોંગ્રેસને ઝટકો પડી શકે છે.

કોંગ્રેસ આમ પણ આ ૬ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં જ હતી જાેકે આ વખતે તો રાજ્યમાં કોંગ્રેસનો એવો રકાસ નીકળ્યો છે કે વિરોધ પક્ષના નેતાની પોસ્ટ મેળવવા માટે પણ ક્વોલિફાય નથી થતી. ૨૦૧૫માં આવેલી ત્રણ આંકડાની ૧૭૫ બેઠકોમાંથી આ વખતે પાર્ટી બે આંકડાની ૫૫ બેઠકો પર સજ સમેટાઈ ગઈ છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસેને ૧૨૦ બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે તે પૈકી આમ આમદી પાર્ટીએ પોતાના ફાળે ૨૭ બેઠકો ભેગી કરી છે તો ઓવેસીની એઆઈએમઆઈએમ દ્વારા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સારું પ્રદર્શન કરતા ૭ બેઠકો પર કબ્જાે જમાવ્યો છે. જ્યારે બાકીની બેઠકો ભાજપ લઈ ગયું છે.

કોંગ્રેસને પહેલાથી જ એ વાતનો ભય હતો કે જાે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવશે તો ૨૮મી તારીખે યોજાનાર ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણી પર તેની અસર જાેવા મળશે.

જેના કારણે તેણે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી કે મહાનગરપાલિકાનું પરિણામ પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર કરવામાં આવે જાેકે કોંગ્રેસના બદનસીબ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને તરફથી કોંગ્રેસની આ અરજીને નિષ્ફળતા જ સાંપડી હતી.

મહત્વનું છે કે ૨૦૧૫માં પંચાયતોમાં ભાજપ કરતા કોંગ્રેસે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હા તે સમયે પણ મહાનગરપાલિકાઓ ભાજપના જ ફાળે રહી હતી પરંતુ અહીં જીત ખૂબ જ પાતળી સરસાઈથી મળી હતી. જ્યારે આ વખતે ૬ મનપામાં બંપર જીત સાથે ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતના શહેરી મતદારો તેની સાથે જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.