Western Times News

Gujarati News

એસ્સાર પાવર મધ્ય પ્રદેશમાં 90 MW પીવી સોલર પ્લાન્ટમાં  300 કરોડનું રોકાણ કરશે

પ્રતિકાત્મક તસવીર

એસ્સારે મધ્ય પ્રદેશના દતિયામાં 90 મેગાવોટ પીવી સોલર પાવર પ્લાન્ટ સાથે પુનઃપ્રાપ્ય ઉર્જામાં પ્રવેશ કર્યો- પાવર પોર્ટફોલિયોને સંતુલિત કરવા વ્યૂહાત્મક નિર્ણય

મુંબઇ, એસ્સાર ગ્લોબલ ફંડ (EGFL)ની રોકાણકાર કંપની એસ્સાર પાવર લિમિટેડના બોર્ડે મધ્ય પ્રદેશમાં 90 મેગાવોટ (MW) પીવી સોલર પાવર પ્લાન્ટમાં રૂ. 300 કરોડના રોકાણની મંજૂરી આપી છે અને ફંડે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. Essar Power to set up 100 MW solar plant in Madhya Pradesh

પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે પ્રવેશ પોતાના પાવર પોર્ટફોલિયોને કોલ-ફાયર્ડથી ગ્રીન એનર્જી તરફ સંતુલિત કરવાની દિશામાં ઇજીએફએલના વ્યૂહાત્મક નિર્ણયનો હિસ્સો છે. આ પહેલાં તેણે યુકેમાં હાઇડ્રોજન પાવર અને ભારતમાં કોલ ગેસમાં રોકાણ કર્યું છે.

ફંડે આગામી બે ત્રિમાસિકગાળામાં રોકાણકાર કંપનીના ડિલિવરેજિંગ પ્રોગ્રામની સમાપ્તિ ઉપર દેખરેખ રાખી છે. તે બાકીના રૂ. 10,000 કરોડનું દેવું ચૂકતે કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે મોટાભાગે પાવર પોર્ટફોલિયોમાં છે.

એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ કુશ સિંઘે કહ્યું હતું કે, અમારા એનર્જી પોર્ટફોલિયોને સંતુલિત કરવાની વ્યૂહાત્મક યોજના એસેટ લાઇટ સ્ટ્રક્ચરની તરફ અમારી પહેલ સાથે સુસંગત છે. શ્રેણીબદ્ધ પગલાઓ સાથે આ પહેલથી કંપનીને રિસ્ટ્રક્ચરિંગ અને વર્તમાન એસેટના મોનેટાઇઝેશન તથા પોતાના ગ્રીન પોર્ટફોલિયોમાં વધુ રોકાણ દ્વારા દેવાનું વર્તમાન સ્તર રૂ. 10,000 કરોડથી ઘટાડીને રૂ. 3,000 કરોડ લાવવામાં મદદરૂપ બનશે.

સીબીએમ અને યુકેમાં અમારા સ્ટેનલો રિફાઇનરીમાં ચાલી રહેલાં હાઇડ્રોજન જનરેશન પ્રોગ્રામ જેવા બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં પ્રાપ્ત થયેલી બેજોડ સફળતા સાથે એસ્સારનો પુનઃપ્રાપ્ય ઉર્જામાં પ્રવેશ કોલમાંથી બહાર નીકળવાનો પૂર્વસંકેત છે. તે ઇએસજીને આધીન અને ટકાઉપણાના પાલનમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડમાં રોકાણ કરવા પ્રત્યે ઇજીએફએલની કટીબદ્ધતા દર્શાવે છે.

યુકેમાં અમારી સ્ટેનલો રિફાઇનરીમાં ચાલી રહેલાં હાઇડ્રોજન જનરેશન પ્રોગ્રામ સાથે અમે રોકાણ આધારિત વૃદ્ધિના નવા તબક્કા તરફ પ્રયાણ કર્યું છે, જેમાં એનર્જી પોર્ટફોલિયો નેતૃત્વ કરી રહ્યો છે, તેમ જણાવતાં સિંઘે ઉમેર્યું હતું કે, અમારું પગલું ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં 450 ગિગાવોટ્સ પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકને પ્રોત્સાહન અને હાંસલ કરવા સાથે સુસંગત છે.

સૂચિત પાવર પ્લાન્ટ સોલર ફોટોવોલ્ટિક પ્રોજેક્ટ છે, જે મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ભંડેરમાં 105 હેક્ટર જમીનમાં સ્થપાશે અને તેને બે હિસ્સાઃ 33.7 મેગાવોટ અને 56.17 મેગાવોટમાં અમલમાં મૂકાશે.

આ પ્લાન્ટમાં વીજ ઉત્પાદન 132 kV સ્તરે કરાશે અને તે ભંડેર 132/33 kV સબસ્ટેશન સાથે જોડવાનો પ્રસ્તાવ છે, જે અંદાજે 5 કિમી દૂર આવેલું છે અને મધ્ય પ્રદેશની અંદર ઔદ્યોગિક ગ્રાહકોને સપ્લાય કરશે. આ પ્રોજેક્ટ જૂન 2022 સુધીમાં સમાપ્ત થવાની અપેક્ષા છે.

એસ્સાર પાવરની વર્તમાન સંચાલન ક્ષમતા આશરે 3185 મેગાવોટ છે. ઇજીએફએલે પાવર પોર્ટફોલિયોમાં આશરે રૂ. 32,000 કરોડનું રોકાણ કર્યું છે, જેમાં 12,000 કરોડની ઇક્વિટી સામેલ છે. ઇજીએફએલે 465 કિમી ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમીશન સિસ્ટમનું નિર્માણ કરીને ટ્રાન્સમીશન બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે, જે ભારતના ત્રણ રાજ્યોમાં ફેલાયેલી છે. કંપનીએ તેનો મૂડી ખર્ચ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને ઓપરેટિંગ એસેટની નફાકારકતામાં વધારો કરવા ઉપર કેન્દ્રિત છે.

ફંડના એનર્જી પોર્ટફોલિયોમાં વધુ બે બિઝનેસિસ પણ ભારત અને યુકેમાં પ્રભાવશાળી પ્રગતિ કરી રહ્યાં છે. એસ્સાર ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (ઇઓજીઇપીએલ) દેશની સૌથી મોટી બિનપરંપરાગત ઉર્જા કંપન છે અને તે ખનિજોથી સમૃદ્ધ પૂર્વીય ક્ષેત્રમાં કોલ બેડ મિથેન (સીબીએમ) ગેસના આધારસ્તંભ તરીકે ઉભરી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.