Western Times News

Gujarati News

અમદાવાદના આર્કિટેક્ટને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ દ્વારા ફેલોશિપ આપવામા આવી

અમદાવાદ, શહેરના આર્કિટેકટ જયેશ હરિયાણીને American Institute of Architects દ્વારા ફેલોશિપ આપવામા આવી હતી. આ પુરસ્કાર અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકસ દ્વારા યોગ્ય આર્કિટેકટને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. ઉચ્ચ કક્ષાના માપદંડો જેવા કે, આર્કિટેક્ચરલ શિક્ષણના ક્ષેત્રે અથવા યુએસએ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિકચરલ અને ડિઝાઈન પ્રોફેશનની પ્રગતિ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય એવી વ્યક્તિઓને જ આ માનદ પુરસ્કાર કડક મૂલ્યાંકનના આધારે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જૂરી દ્વારા એનાયત કરવામાં આવે છે. Ahmedabad based renowned architect Jayesh Hariyani wins prestigious AIA fellowship from American Institute of Architects

આર્કિટેક્ટશ્રી જયેશ હરિયાણી CEPT યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને યુએસએની સિરેક્યુઝ યુનિવર્સિટીમાંથી અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગમાંથી માસ્ટર ડિગ્રી અને યુએસએના જોસેફ એમ. કર્ટઝ્ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એક્ઝિક્યુટિવ એમબીએ ની ડિગ્રી મેળવી છે.

કેદારનાથના પુનર્વિકાસ માટેનો માસ્ટર પ્લાન, પૂર્વ અમદાવાદ માં સીબીડી નો માસ્ટર પ્લાન, ધોલેરાની ટાઉન પ્લાનિંગ યોજના (ટીપીએસ), વિશ્વ બેંકના ભંડોળના સહયોગથી વિશાખાપટ્ટનમમાં બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટેનો માસ્ટર પ્લાન, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા ના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રાજકોટ સ્માર્ટ સિટીનો માસ્ટર પ્લાન (એબીડી),

ભારતની આઇકોનિક સાઇટ્સ સોમનાથ, મહાબાલીપુરમ, કુમારાકોમ અને ધોલાવિરા ના ટુરીઝમ માસ્ટર પ્લાન, અમદાવાદ સ્થિત ભારતની સૌથી મોટી એક્વાટિક ગેલેરી, ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમના પુનર્વિકાસ માટેનો માસ્ટર પ્લાન, યુએસએની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં ડોહર્ટી હોલ – આર એન્ડ ડી પ્રોજેક્ટ,

યુએસએની કોર્નેલ યુનિવર્સિટીમાં ફિઝિકલ સાયન્સ રિસર્ચ બિલ્ડિંગ અને મોલેક્યુલર મેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ટેક્સાસ યુનિવર્સિટી ખાતેનો કેમ્પસ ડિઝાઈન વગેરે આર્કિટેક્ટ શ્રી જયેશ હરિયાણી દ્વારા ડિઝાઈન કરેલા કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ છે, જેણે તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (એફ.આઇ.એ.) ની ફેલોશિપનો આજીવન સન્માન મેળવવામાં મદદ કરી છે.

આર્કિટેક શ્રી જયેશ હરિયાણી આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોના સહ-સ્થાપક અને ચેરમેન પણ છે. પત્નિ શ્રીમતિ બિન્દુ હરિયાણી (આર્કિટેકટ) સાથે ભારત પાછા ફરતા પહેલા તેઓએ બર્ટ હિલ નામની યુએસએ સ્થિત આર્કિટેક્ચરલ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર અને પાર્ટનર તરીકે અલગ અલગ દેશોમાં જેવા કે, સ્વિટ્ઝરલેન્ડ, યુએસએ અને યુએઈમાં 16 વર્ષ થી વધારે સુધી પ્રેક્ટિસ કરેલી.

તેમની ડિઝાઈનના યોગદાન ઉપરાંત તેમનો પર્યાવરણના સંરક્ષણ માટેનો ફાળો અમૂલ્ય છે. આર્કિટેકટશ્રી જયેશ હરિયાણી સીઆઈઆઈ-ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી)ના સીઇઓની એક્ઝ્યુકેટીવ બોર્ડના સભ્ય છે અને યુએસએના યુએસ ગ્રીન બિલ્ડીગ કાઉન્સલના સીઈઓના સલાહકારી બોર્ડના મેમ્બર છે.

ઘણા સીઆઈઆઈ- આઇજીબીસી રાષ્ટ્રવ્યાપી તકનીકી સમિતિ જેવી કે, ગ્રીન કેમ્પસ રેટીંગ, ગ્રીન સિટીઝ રેટિંગ, નેટ ઝીરો એનર્જી રેટિંગ, ગ્રીન વિલેજ રેટિંગ, ગ્રીન હિલ હેબિટેટ્સ અને હિલ ટાઉન રેટીંગ વગેરેના અધ્યક્ષ અથવા સહ-અધ્યક્ષ પણ છે. આર્કિટેક શ્રી જયેશ હરિયાણી(2021), આર્કિટેક શ્રી બી.વી. દોશી (1971), આર્કિટેક શ્રી જે. આર. ભલ્લા (1972), આર્કિટેક શ્રી ચાર્લ્સ કોરિયા (1979), અને આર્કિટેક શ્રી પી. કાનવિંદે (2000) પછી માત્ર પાંચમા જ ભારતીય છે

જેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ દ્વારા એફ.એ.આઈ.એ. થી સન્માનિત કરવામાં આવશે. એઆઈએ દ્વારા આવું સન્માન પ્રાપ્ત કરતા હોવાથી આર્કિટેક શ્રી જયેશ હરિયાણીને તેમના નામ પછી FAIA લખવાની મંજુરી પણ આપવામાં આવી છે.

જયેશ હરિયાણીની આગેવાની હેઠળ આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયો (INI Design Studio) એ ઈનોવેટીવ અને ઇન્ટીગ્રેટેડ ડિઝાઇન સોલ્યુશન્સ માટે ઘણા નોંધપાત્ર પુરસ્કાર મેળવ્યા છે. તેમના વડપણ અને માર્ગદર્શન હેઠળ આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયો આજે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે 6 સ્થળોથી પોતાની પ્રેક્ટિસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.