Western Times News

Gujarati News

GST સરળ બનાવવાની માંગ સાથે આજે ભારત બંધ

નવી દિલ્હી,  ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધની ઘોષણા કરવામાં આવી છે. એક તરફ ખેડૂત આંદોલન ચાલુ છે ત્યારે આવતીકાલે ભારત બંધ રહેશે. ૨૬ ફેબ્રુઆરીએ યોજાનારા ભારત બંધમાં દેશભરના ૮ કરોડથી વધુ વેપારીઓ જાેડાશે. દેશના આઠ કરોડ વેપારીઓએ હડતાલ જાહેર કરી છે.

આ સાથે ટ્રાન્સપોર્ટર ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ દિવસે ‘ચક્કા જામ’ ની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં સવારે ૬ થી સાંજના ૮ વાગ્યા સુધી ટ્રાફિક જામ રહેશે. તેનાથી લોકોને મુશ્કેલી ઊભી થઈ શકે છે. વેપારીઓની સર્વોચ્ચ સંસ્થા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએટી) એ જીએસટી શાસનને સરળ બનાવવા માટે ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધની હાકલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.