Western Times News

Gujarati News

અરવલ્લી : છેલ્લી ઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોનું શક્તિ પ્રદર્શન, મોડાસામાં ભાજપની જંગી રેલી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો માટે રાત ટૂંકીને વેશ ઝાઝા જેવો સમય આવ્યો છે. ચૂંટણી જંગ જીતવા માટે ઉમેદવારો ઠેર-ઠેર લોક સંપર્ક કરી રહ્યા છે તો બીજી તરફ વિવિધ ઉમેદવારોના કાર્યાલયો મોડી રાત સુધી વ્યસ્ત જોવા મળી રહ્યા છે.ચૂંટણી પ્રચાર-પ્રસારના છેલ્લા કલાકોમાં ભાજપ કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષોએ જંગી રેલી યોજી શકતી પ્રદર્શન કર્યું હતું

મોડાસા શહેરમાં ભાજપે મતદારોને રીઝવવા જંગી રેલી યોજી હતી મોડાસા નગરપાલિકામાં AIMIM ના ૧૨ ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજી હતી તો કોંગ્રેસના ઉમેદવારોએ તેમના વિસ્તારમાં રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું બાયડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લા દિવસે આક્રમક પ્રચાર સાથે રેલી યોજી હતી તો ભાજપે પણ શકતી પ્રદર્શન કર્યું હતું

અરવલ્લી જીલ્લા પંચાયત,૬ તાલુકા પંચાયત તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા રાજકીય પક્ષો અને ઉમેદવારોએ જંગી રેલી યોજી શકતી પ્રદર્શન કર્યું હતું મોડાસા-બાયડ શહેરમાં દિવસભર ડીજેના અવાજ ગૂંજ્યા હતા મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોમાં ભારે હોડ જામી હતી રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીમાં કોરોના અને ટ્રાફિકના નિયમો કોરાણે મુકાયા હતા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.