Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી  મોદીના હમશકલે મતદારોમાં આકર્ષણ ઉભું કર્યું 

તમારી આંખોને વિશ્વાસ નહીં થાય…..વડાપ્રધાન મોદી માલપુરમાં  ભાજપના ઉમેદવારોના પ્રચારમાં…..!!!

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હમશકલ ધરાવતા કર્ણાટકના સદાનંદ નાયક  માલપુર તાલુકામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર અર્થે લાવીને લોકોમાં અને મતદારોમાં આકર્ષણ ઉભું કર્યું છે

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે માલપુર તાલુકાના વાવડી સીટ પર ભાજપના ઉમેદવાર મહેશ પટેલના સમર્થનમાં બાઈક અને પગપાળા રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલે મતદારોમાં અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું ગ્રામ્ય વિસ્તારના લોકોએ નરેન્દ્ર મોદીના હમશકલ સાથે ફોટા પડાવવા અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી માલપુર તાલુકામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોના પ્રચાર-પ્રસારમાં જોતરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈને અરવલ્લી જિલ્લા માં ભારે ગરમાવો છે.ત્યારે વિવિધ પક્ષો અવાનવા નુસખાઓ ચૂંટણી પ્રચાર અર્થે અપનાવે છે ત્યારે અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં એક અનોખો નુસખો અપનાવામાં આવ્યો છે .

જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ના ભાજપ કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી ની આબેહૂબ શકલ ધરાવતા કર્ણાટક ના એક વ્યક્તિ કેજેમનું નામ સદાનંદ નાયક છે.

જે માલપુર તાલુકાના 10 થી 15 ગામડાઓ માં જઈને ચૂંટણી પ્રચાર અર્થે રેલીઓ તેમજ સભાઓમાં જોડાયા હતા…જેમને જોઈને લોકો માં નરેન્દ્ર મોદીના હમશકલ ને જોઈને આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે .નરેન્દ્ર મોદી ના હમશકલ ને જોઈને મતદારો માં ભારે ઉત્સાહ વ્યાપ્યો છે.

મોદી ના હમશકલ  સદાનંદ નાયક જેતે ગામડા માં પ્રચાર અર્થે જાય છે ત્યાં લોકોના ટોળેટોળા ઉમટે છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  આબેહૂબ હમશકલ ની સાથે સાથે  તેમની અલગ અલગ સ્ટાઇલો સાથે સદાનંદ નાયક લોકોમાં અને મતદારોમાં  મોદી ના નામ થી ઓળખવા લાગ્યા છે

માલપુર તાલુકામાં મતદારોને આકર્ષવા માટેનો એક અનોખો પ્રયાસ માલપુર તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો અને  નરેન્દ્ર મોદીના હમસકલ કર્ણાટકના રહીશ સદાનંદ નાયકે ભાજપ ની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદીની હમ સકલ ધરાવતા સદાનંદ નાયકે અરવલ્લીના માલપુરમાં  પ્રચાર અર્થે આવીને ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.