Western Times News

Gujarati News

મુકેશ અંબાણી સિક્યોરિટી માટે મહિને ૧૬ લાખ ચૂકવે છે

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દિવસના ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત બંગલો એન્ટિલિયાથી લગભગ ૪૦૦ મીટર દૂર એક શંકાસ્પદ કાર ઊભેલી મળી હતી. શંકા જતા કારની તપાસ દરમિયાન અંદરથી વિસ્ફોટક પદાર્થ મળ્યા. એક ધમકી ભર્યો પત્ર પણ મળ્યો હતો જેમાં અંબાણી પરિવારને મારવાની વાત કહેલી હતી. અંબાણી સાઉથ મુંબઈના જે વિસ્તારમાં રહે છે, ત્યાં અનેક જાણીતી હસ્તીઓ રહે છે.

તેમના બંગલા પર હંમેશા પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્‌સ તહેનાત હોય છે. ત્યારે જાણો દેશના સૌથી ધનિક વ્યક્તિની સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે. મુકેશ અંબાણીને ઝેડ સિક્યોરિટી કવર મળેલું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ બાદ આ ભારતની બીજાે સૌથી મોટો સુરક્ષા ઘેરો છે. આ સિક્યોરિટી કવર એટલું મહત્વપૂર્ણ છે,

તે વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં માત્ર ૧૭ લોકોને જ ઝેડ સિક્યોરિટી આપવામાં આવી છે. જે અંતર્ગત મુકેશ અંબાણીની સુરક્ષામાં ૫૫ હાઈલી-ટ્રે્‌ન્ડ સુરક્ષાકર્મી હંમેશા તહેનાત રહે છે. આ કવરમાં ઓછામાં ઓછા ૧૦ કમાન્ડો નેશનલ સિક્યોરિટી ગાર્ડ્‌સના હોય છે. તમામ સુરક્ષાકર્મી માર્શલ આર્ટ્‌સમાં ટ્રેઈન્ડ હોય છે. તેમની પાસે ઘાતક એમપી૫ ગન હોય છે અને આધુનિક કોમ્યુનિકેશન અને સિક્યોરિટી ગેજેટ્‌સ હોય છે.

મુકેશ અંબાણીને વર્ષ ૨૦૧૩માં ઝેડ સિક્યોરિટી અપાઈ હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે વધારીને ઝેડ કરી દીધી. હવે અંબાણી મહારાષ્ટ્રમાં હોય ત્યારે તમામ ગાર્ડ તેમની સુરક્ષામાં હોય છે, જ્યારે રાજ્યની બહાર જવા પર કેટલાક કમાન્ડો તેમની સુરક્ષામાં સાથે જાય છે, અન્ય સુરક્ષા સંબંધિત રાજ્ય કરે છે. ચોવીસ કલાકની સિક્યોરિટી માટે મુકેશ અંબાણી દર મહિને ૨૨હજાર ડોલર (લગભગ ૧૬ લાખ રૂપિયા) ચૂકવે છે. આ ઉપરાંત સુરક્ષાકર્મીઓના રહેવા તથા ખાવા-પીવાની વ્યવસ્થા પણ તેઓ જ કરાવી આપે છે. અંબાણી માત્ર સરકારી સુરક્ષાના ભરોસે નથી રહેતા. તેમનું પોતાનું પ્રાઈવેટ પ્રોટેક્શન પણ છે.

જેમાં એનએસજીના નિવૃત્ત કર્મચારીઓ ઉપરાંત સેના અને પેરામિલિટ્રી ફોર્સના નિવૃત્ત જવાન સામેલ હોય છે. અંબાણીની તમામ કાર હથિયારોથી લેસ અને બુલેટપ્રૂફ છે. તે પોતાના ઘરની બહાર સુરક્ષા વિના નથી નીકળતા. એન્ટિલિયાની છત પર ૩ હેલિપેડ છે જે અંબાણી પરિવારની સુવિધા માટે છે. બિલ્ડિંગમાં ૯ લિફ્ટ છે.

૨૭ માળની બિલ્ડિંગના ૬ માળ તો માત્ર અંબાણી પરિવારની કાર્સ રાખવા માટે છે. રીક્રિએશન સેન્ટરમાં જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ્સ, જકૂજી, યોગા અને ડાંસ સ્ટુડિયો જેવી સુવિધાઓ છે. અંબાણી પરિવાર ટોપ ફ્લોર્સમાં રહે છે. ૨૭ માળની બિલ્ડિંગમાં ગાર્ડન પણ છે. રિપોર્ટ્‌સ મુજબ, એન્ટિલિયામાં લગભગ ૬૦૦ લોકો કામ કરે છે જેમાં સિક્યોરિટી ગાર્ડ્‌સ ઉપરાંત અન્ય કર્મચારીઓ પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.