Western Times News

Gujarati News

કેટલીક એવી જગ્યા જ્યાંના રહસ્યો હજુ વણઉકેલ્યા છે

Files Photo

નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાંના રહસ્યો આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યુ નથી. તમને એક વાત ખબર જ હશે કે ગુરુત્વાકર્ષણ બળ વગર ધરતી પર જીવન અસંભવ છે. તેમ છતા પણ ધરતી પર કેટલીક જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગુ નથી પડતુ. આવી જગ્યાઓને લઈ આજે પણ એ વાતનું રહસ્ય યથાવત્‌ છે કે આખરે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ કેવી રીતે નથી કરતુ. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જગ્યાની આસપાસની સ્થિતિ સામાન્ય છે. અમેરિકાના મિશિગનમાં પણ એક જગ્યા એવી છે, જેને ‘સેંટ ઈગ્નાસ મિસ્ટ્રી સ્પૉટ’ કહેવામાં આવે છે.

આ જગ્યાની શોધ ૧૯૫૦માં થઈ હતી. જ્યારે અમુક લોકોની એક ટીમ આ જગ્યાની તપાસ માટે પહોંચી, તો તેમના તમામ ઉપકરણો અહીં આવ્યા બાદ બંધ પડી ગયા. ઘણા દિવસો બાદ ખબર પડી કે, અહીં ૩૦૦ વર્ગફૂટની આસપાસના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. આ જગ્યા પર આવીને એવુ લાગશે, કે જાણે તમે અંતરિક્ષ યાનમાં જ ઉભા હોવ. અમેરિકાના ફ્લોરિડામાં પણ એક જગ્યા છે, જેને ‘સ્પુક હિલ’ના નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાહનો ઢાળવાળી જગ્યા પર સરળતાથી પસાર થઈ જાય છે. પરંતુ આ જગ્યા બિલકુલ ઊંધી છે. અહીં આવીને તમે તમારી કારને બંધ કરી દેશો તો કાર ઢાળવાળા રસ્તાની ઊંધી દિશામાં ખેંચાય છે. આમ ત્યારે થાય છે

જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. આ જગ્યાને મિસ્ટ્રી સ્પૉટના નામથી ઓળખવામાં આવે છે. જે અમેરિકાના કેલિફોર્નિયાના સાંતા ક્રૂઝમાં આવેલી છે. આ જગ્યાની શોધ ૧૯૩૯માં થઈ હતી. ત્યારે આ જગ્યા શોધનારને એવુ લાગતુ હતુ કે જાણે અહીં કોઈ રહસ્યમયી તાકાત છુપાયેલી છે. પરંતુ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ૧૫૦ વર્ગ ફૂટના એક ગોળાકાર વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. અહીં પાણી નીચેથી ઉપરની દિશામાં વહે છે. સાથે જ માણસ ઈચ્છે તો પડ્યા વગર એક ખૂણામાં ઉભો પણ રહી શકે છે. આ જગ્યા ખરેખર અદ્ભૂત છે.

ભારતમાં ઉપસ્થિત આ જગ્યાને મેગ્નેટિક હિલના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પણ ફ્લોરિડાના સ્પુક હિલ જેવી જ છે. અહીં પણ કાર કોઈપણ પ્રકારની મદદ વગર જાતે જ ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપરની તરફ ચાલી જાય છે. આ રહસ્યમયી જગ્યાને મેગ્નેટિક હિલના નામથી ઓળખવામાં આવે છે. અમેરિકાના દક્ષિણી ડકોટામાં આવેલી આ રહસ્યમયી જગ્યાને કૉસ્મૉસ મિસ્ટ્રી સ્પોટના નામે ઓળખવામાં આવે છે. આ જગ્યા પરની દુનિયા આખી અલગ જ છે. અહીં તમને વિચિત્ર પ્રકારના ઝાડ જાેવા મળે છે. જે રહસ્યમયી રીતે એક જ બાજુથી નમી ગયેલા હોય છે. જાે તમે ઈચ્છો તો આ જગ્યા પર એક જ પગે પડ્યા વગર ઉભા રહી શકો છો. આ જગ્યા પર આવીને તમને એવુ લાગશે, જાણે તમારુ વજન બિલકુલ ઓછુ થઈ ગયુ હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.