Western Times News

Gujarati News

વંથલી તાલુકામાં ચૂંટણીને લઇને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું 

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી. દ્વારા અપાયેલી સુચના અનુસાર વંથલી તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્ર્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે વંથલી પીએસઆઇ બી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા વંથલી તાલુકાના ગામડાઓ જેવા કે  શાપુર, મોટા કાજલીયાળા, બંધડા, ખોરાસા,લુશાળા, સંદરડા,આખા, ટીકર, કણઝા,ગાદોઇ નાના કાજલીયાળા વગેરે ગામો  સંવદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.