Western Times News

Gujarati News

પૂર્વી લદ્દાખમાં ટકરાવવાળા તમામ વિસ્તારોમાંથી સૈનિકો હટાવવા જરૂરી : વિદેશ મંત્રી જયશંકર

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ વાપસીની યોજના પર અમલ માટે એ જરૂરી છે કે ટકરાવવાળા બાકી તમામ વિસ્તારોથી સૈનિકોને હટાવવામાં આવે બંન્ને દેશોએ સમય પર પોતાના દ્‌ષ્ટિકોણ સંયુકત કરવા માટે હોટલાઇન સંપર્ક તંત્ર પણ સ્થાપિત કરવા પર સહમતિ વ્યકત કરી.પૂર્વ લદ્દાખમાં પૈંગોંગે સો ઝીલની ઉતરી અને દક્ષિણી કિનારાથી સૈનિકો અને સામગ્રીને પાછળ હટાવવાની પ્રક્રિયા પર સહમતિ બાદ પહેલી ઉચ્ચ સ્તરીય સંપર્ક હેઠળ વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ટેલીફોન પર વાત કરી હતી

બંન્ને દેશોની સીમાઓએ ગત અઠવાડીયે પોંગોંગ સો ઝીલના ઉત્તરી અને દક્ષિણી કિનારે સૈનિકો અને હથિયારોને પાછળ હટાવવાનું કામ પુરૂ કરવામાં આવ્યું હતું. જયશંકરે વાંગને કહ્યું કે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે સીમા પર શાંતિ અને સ્થિરતા જરૂરી છે બંન્ને નેતાઓએ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા અને ભારત ચીન સંબંધોના સંપૂર્ણ આયામોથી જાેડાયેલ મુદ્દા પર ચર્ચા કરી હતી. વાતચીતનું વિવરણ જારી કરતા વિદેશ મંત્રાલયે એક યાદીમાં કહ્યું કે ચીનને કહેવામાં આવ્યું છે કે બંન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર ગત વર્ષથી ગંભીર અસર પડી છે વિદેશ મંત્રીએ કહ્યું કે સીમા સંબંધી પ્રશ્નોને ઉકેલવામાં સમય લાગી શકે છે પરંતુ હિંસા થવા અને શાંતિ તથા સદ્‌ભાવના બગડવાથી સંબંધો પર ગંભીર અસર પડશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે બંન્ને મંત્રી સતત સંપર્કમાં રહેવા અને એક હોટલાઇન સ્થાપિત કરવા પર સહમત થયા યાદીમાં જણાવાયુ છે કે વર્તમાન સ્થિતિનો વધુ સમય સુધી જારી રહેવો કોઇ પણ પક્ષના હિતમાં નથી આથી એ જરૂરી છે કે બંન્ને પક્ષ બાકીના મુદ્દાનો તાકિદે સમાધાન માટે કામ કરે તેમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોની પૂર્ણ વાપસીની યોજના પર અમલ માટે આ જરૂરી છે કે ટકરાવવાળા બાકી તમામ વિસ્તારોથી સૈનિકોને હટાવવામાં આવે તેના માધ્યમથી જ શાંતિ અને સ્થિરતા બહાલ કરી શકાય છે અને આપણા દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ માટે સ્થિતિઓ બની શકે છે

બીજીંગમાં ચીની વિદેશ મંત્રાલય દ્વારા જારી યાદીમાં કહ્યું કે બંન્ને વિદેશ મંત્રીઓએ સમય પર સંવાદ અને વિચારોનું અદાન પ્રદાન કરવા માટે હોટલાઇન સ્થાપિત કરવા પર સહમતિ વ્યકત કરી છે જયારે વાંગે કહ્યું કે ચીન અને ભારતે પરસ્પર વિશ્વાસના યોગ્ય માર્ગનું કડકાઇથી પાલન કરવું જાેઇએ અને બંન્ને પડોસી દેશો વચ્ચે સહયોગ હોવો જાેઇએ દ્વિપક્ષીય સંબંધોને સારા રાખવા માટે સીમા મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવા જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.