Western Times News

Gujarati News

માંગણીઓ નહીં સ્વીકારે તો હવે તે અંબાણી પુત્રની ગાડી પર હુમલો કરશે

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મુકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદે લીધી-અંબાણી પાસેથી પૈસાની માંગ કરાઈ

મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ મળવાના કેસમાં રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી છે.

એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની જવાબદારી લેતા જૈશ-ઉલ-હિંદે કહ્યું કે, બિગ પિક્ચર આના અભી બાકી હે’. તમને જણાવી દઈએ કે આ કેસમાં એનઆઈએ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. એક ટેલિગ્રામ મેસેજમાં જૈશ-ઉલ-ઉલ હિંદે દાવો કર્યો હતો કે એસયુવીમાં વિસ્ફોટકો મુકનારા આતંકીઓ સલામતી સાથે ઘરે પહોંચી ગયા છે.

મેસેજમાં આગળ લખ્યું છે કે આ માત્ર એક ટ્રેલર હતું અને આખી પિક્ચર આવવાની બાકી છે. આ મેસેજમાં મુકેશ અંબાણી પાસેથી પૈસાની પણ માંગ કરવામાં આવી છે. એવું લખ્યું છે કે જાે અંબાણી તેની માંગણીઓ નહીં સ્વીકારે તો હવે તે તેમના પુત્રની ગાડી પર હુમલો કરશે. ટાઈટલવાળા મેસેજમાં આતંકીઓએ લખ્યું છે કે તમે (અંબાણી) જાણો છે કે શું કરવાનું છે.

તમને જે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તે ટ્રાન્સફર કરો અને તમારા ‘ફેટ કિડ્‌સ સાથે ખુશીથી રહો. જણાવી દઈએ કે, જૈશ-ઉલ-હિંદ સંગઠને દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ પર હુમલો કરવાની જવાબદારી પણ લીધી હતી. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એનઆઈએ સાથે મળીને તપાસ કરી રહ્યા છે.

પોલીસે આ કેસમાં પહેલાથી જ આતંકી એંગલની આગાહી કરી હતી. જાેકે, કોઈ આતંકી સંગઠન જવાબદારી ન લેતા પોલીસ સ્પષ્ટપણે તેની પુષ્ટિ કરી રહી નહોતી. વિસ્તારના લાગેલા સીસીટીવી ફૂટેજમાં કાર પાર્ક કરતો એક શંકાસ્પદ શખ્સ પણ દેખાયો હતો અને તેના ચહેરા પર માસ્ક હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે અને આ કેસમાં તેના કનેક્શનની તપાસ કરવામાં લાગી ગઈ છે.

પોલીસને બાતમી મળી હતી કે કારમાં મુકવામાં આવેલા વિસ્ફોટક કાનપુરમાં બનાવવામાં આવ્યા છે. પોલીસે વિસ્ફોટકો બનાવતી કંપની પાસેથી વિસ્તૃત માહિતી લીધી છે. કારમાંથી જે ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો તે ગુજરાતી ભાષામાં હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.