Western Times News

Gujarati News

રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવા મુખ્યમંત્રીની અપીલ

આજથી રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ- રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલ્બધ : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના  ૬૦ લાખ જેટલા સૌ  વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે. મુખ્યમંત્રીના પત્નિ અંજલીબેને પણ સોમવારે ગાંધીનગર ખાતેની હોસ્પિટલમાં રસી લીધી હતી. Anjaliben Rupani, wife of CM of Gujarat Vijay Rupani took first dose of #COVID19 vaccine at Gandhinagar

મુખ્યમંત્રીશ્રી એ આ અપિલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆત થી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.

હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો ના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.  શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે

રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે કોરોના વેક્સિનનો જથ્થોપૂરતોહોવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે.

આ હેતુસર તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વય ના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોના થી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેની જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વતરી રથ, ૧૦૪ હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.

મુખ્યમંત્રીશ્રી એ આ સંદર્ભમાં ઉમેર્યું કે  હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસી ના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાત ના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપિલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.