Western Times News

Gujarati News

લગ્નના માંડવે જતાં પહેલા યુવતીઓએ મતદાન મથકમાં જઇ મતદાન કર્યું

સુરત, ગુજરાતભરમા શાંતિપૂર્ણ રીતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં મતદાનોનો અલગ જ મિજાજ જાેવા મળ્યો હતો ગ્રામીણ મતદારો મતદાન પ્રત્યે શહેરી મતદારોની સરખામણીમાં વધુ જાગૃત જાેવા મળ્યાં હતાં.

અનેક લોકો રવિવાર હોવા છતાં પોતાના મહત્વના કામને બાજુમાં મૂકીને મતદાન કરવા પહોંચ્યા હતાં તો સાથે જ કેટલાક ગ્રામીણ મતદારોમાં આજે લગ્ન હોવા છતાં પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી. સુરતમાં આવો જ રસપ્રદ કિસ્સો જાેવા મળ્યો છે.

સુરતમાં બે બહેનોએ આજે પોતાના લગ્ન પહેલા મતદાન કરવાનું નક્કી કરીને બૂથ પર પહોંચી ગઈ હતી અને મતદાન કર્યું હતું. આ વર્ષે ચૂંટણીમાં મતદાન બૂથ પર લગ્નની તૈયારીઓ વચ્ચે સજીધજીને આવેલા જાનૈયાઓ વધુ જાેવા મળ્યા હતાં. સુરતમાં આજે બે બહેનો દ્વારા લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યું હતું આજે બંને બહેનોના લગ્ન હતાં પાર્લરમાં સજીધજીને તૈયાર થયા હતાં અને થોડીવારમાં લગ્ન મંડપમાં જવાનું હોવા છતાં બંને બહેનો મંડપમાં જતા પહેલા મતદાન બૂથ પર આવી પહોંચી હતી અને મતદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.