Western Times News

Gujarati News

વડોદરાના શહીદ સંજય સાધુનો દેહ ફૂલોથી સજાવેલા સેનાના વાહનમાં લાવવામાં આવ્યો

વડોદરા : આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લઈ જવાયો હતો. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે પણ શહીદના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વડોદરાના સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા. એરપોર્ટ પર સેના દ્વારા શહીદ વીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારે સન્માન બાદ શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આજે સવારે શહીદને પરિજનોને પાર્થિવ દેહ સુપરત કરાશે. શહીદ જવાન સંજય સાધુનો પરિવાર, બીએસએફના જવાનો તથા અન્ય નાગરિકો શહીદ જવાનને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.