Western Times News

Gujarati News

સુરતમાં રોડ પર ભીખ માગી જીવવા મજબૂર બાળકોને અક્ષરજ્ઞાન આપે છે જીગર રાવલ

પ્રતિકાત્મક

સુરત, આઝાદ થયાને સાત દાયકા કરતા વધુ સમય વિત્યો છતાં હજુ પણ દેશમાં આપણે તમામ બાળકોને અક્ષરજ્ઞાન મળી રહે છે તે દાવો કરી શકીએ તે ક્ષમતા ધરાવતા નથી. સરકારે દેશના તમામ બાળકો માટે શિક્ષાનો કાયદો લાવ્યો છે પરંતુ આજે પણ અનેક બાળકો શિક્ષાથી વંચિત છે.

જાેકે, ઘણા એવા સેવાભાવી લોકો આપણી વચ્ચે મોજુદ છે. જેઓ સેવાના અનોખા યજ્ઞની મિશાલ આપી બાળકોને અક્ષરજ્ઞાન આપવાની પહેલ કરી છે. સુરતના જીગર રાવલે રોડ પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા ૬પ જેટલા બાળકોને અક્ષરજ્ઞાન આપવાની પહેલ કરી છે.

ભીખ માગતા બાળકોને શિક્ષિત કરવાનું કામ સુરતના એક યુવાને શરૂ કર્યું છે અત્યાર સુધી તેેણે ૬પ થી વધુ બાળકોને પુસ્તકો સાથે જાેડી અક્ષરજ્ઞાન આપવાની પહેલ કરી છે. બાળકોને ગરમીન લાગે તે માટે તેમણે બામ્બુ અને કંતાનનો રૂમ બનાવવાનો વિચાર અમલમાં મૂકયો છે.

સુરતમાં એવા ઘણા નાના બાળકો છે જે બે સમયના ભોજન માટે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી ભીખ અથવા નાનુ-મોટુ કામ કરી ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોના જે બાળકો દસ દસ દિવસ સુધી ન્હાતા પણ નથી તેવા બાળકોને જીગર રાવલ નામના યુવકે પુસ્તકો સાથે જાેડી દીધા છે. સુરતના ડુંભાલ વોટરપાર્ક પાસે આવેલી ઝૂંપડપટ્ટીના હાલ ૬પ બાળકોને જીગર ચાર વર્ષથી એકલા હાથે ભણાવી રહ્યો છે સાથે સાથે પર્યાવરણને બચાવવા માટેની શિખ પણ તે આપે છે.

જીગર રાવલ જણાવે છે કે, બાળકોને તેઓ દરરોજ બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી એટલે કે બે કલાક ભણાવે છે. બપોરના સમયમાં બાળકોને ગરમી ન લાગે તે માટે વાંસ અને લીલાં કંતાનથી એક રૂમ બનાવ્યો છે. જીગર ધો.૯ સુધી ભણ્યો હોવાથી શિક્ષણનું મહત્વ સમજે છે અને એટલે જ બાળકોને સમજણ આવે તેવું જ્ઞાન પીરસી બાળકોનું ભવિષ્ય સારુ બનાવવા પ્રયાસ કરી રહ્યો છે.

જીગર વધુમાં જણાવ્યું હતું કે, હું એક નાની-નોકરી કરું છું એક દિવસ બાળકોને જમાડવા અહી આવ્યો હતો ત્યારે ભોજન માટે ઝઘડતા અર્ધનગ્ન બાળકોને જાેઈને મને વિચાર આવ્યો હતો કે, તેમને જીવતા શીખવાડવા તેમને શિક્ષિત કરવા જાેઈએ. બાળકો પહેલા કરતા શિક્ષણનું મહત્વ સમજ્યા છે અહી નોંધવુ ઘટે કે, એવું જરૂરી નથી કે શાળાએ જઈને અભ્યાસ કર્યો હોય અને ડીગ્રીઓ મેળવી હોય તો જ કામ કરવાનો પરવાનો મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.