Western Times News

Gujarati News

પેટ્રોલના ભાવ વધતા શખ્સ માથે સ્કૂટી ઉચકીને લઈ ગયો

Files photo

કુલ્લુ: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ ભારે ભરખમ સ્કૂટીને માથે ઉચકીને લઈ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને યૂઝર્સ તેને પેટ્રોલના ભાવ સાથે જાેડીને જાેઈ રહ્યા છે.

અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વીડિયોને શૅર કરતા લખ્યું કે પેટ્રોલના ભાવ વધ્યા બાદ તેના પરિણામ સામે આવવાના શરૂ થઈ ગયા છે. વીડિયોને જાેઈ લોકો ખૂબ કટાક્ષ કરી રહ્યા છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી જાણકારી મુજબ, કુલ્લુના રામશિલા ગૈમન બ્રિજની પાસેનો આ વીડિયો છે. તેમાં એક વ્યક્તિ માથે સ્કૂટી ઉચકીને જતો જાેવા મળી રહ્યો છે.

કેટલાક લોકો તેને બાહુબલી પ કહી રહ્યા છે. જાેકે, જાણવા મળ્યું છે કે યુવકની સ્કૂટીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું અને પેટ્રોલ પંપ ૫૦૦ મીટર દૂર હતો. તેથી તેણે સ્કૂટીને માથે ઉચકીને જ ચાલવા લાગ્યો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે સ્કૂટ બગડી ગયું હોવાથી આ યુવકે તેને ઉચકીને ચાલી રહ્યો હતો. ૩૦ સેકન્ડના વીડિયોમાં જાેઈ શકાય છે કે વ્યક્તિ સ્કૂટીને માથે ઉચકીને પહાડના ઢાળવાળા રસ્તા પર ચાલી રહ્યો છે.

કારમાં બેસેલી કોઈ વ્યક્તિએ આ વીડિયોને શૂટ કર્યો છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો તો તે તરત જ વાયરલ થવા લાગ્યો હતો. કુલ્લુ જિલ્લા હેડક્વાર્ટરમાં વધતી મોંઘવારી પર સોમવારે સીપીઆઇએમ પાર્ટીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને નારેબાજી કરી. પાર્ટીના જિલ્લા મહાસચિવ હોતમ સિંહ સોંખલાની અધ્યક્ષતામાં ડીસી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેઓએ કહ્યું કે સરકારનો ખજાનો પુંજીપતિઓ લૂંટી રહ્યા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર મનફાવે લાગેલા ટેક્સ ઓછા કરે અને રાહત આપે. ધારાસભ્ય રાકેશ સિંઘા જનતાઓના મુદ્દાઓને લઈ યાદી તૈયાર કરી છે. એક-એક મુદ્દાને વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.