Western Times News

Gujarati News

વડનગર તાલુકા પંચાયતની એક બેઠક પર આપનો કબજાે

ભાજપ અને કોંગ્રેસની આ લડાઈમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી ફાચર મારી પોતાની હાજરી નોંધાવી

અમદાવાદ,  રાજ્યમાં મહાનગરપાલિકાઓની જેમ જ નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય પતાકા લહેરાઈ ગઈ છે. શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જાેકે, આ બધાની વચ્ચે જેમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ સુરતમાં ૨૭ બેઠકો પર કબજાે કરી બધાને ચોંકાવી દીધા હતા, તે જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ બધાને ચોંકાવી રહી છે.

આજે (૨ માર્ચ, ૨૦૨૧એ) રાજ્યમાં નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, તેમાં આપનો દેખાવ કોંગ્રેસની સરખામણીએ ઘણો નોંધપાત્ર રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં પણ આપની એન્ટ્રી થઈ ગઈ છે. વડનગર તાલુકા પંચાયતની એક બેઠક પર આપની જીત થઈ છે.

રાજ્યમાં ૮૧ નગરપાલિકાની ૨,૭૨૦ બેઠકો, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક અને ૨૩૧ તાલુકા પંચાયતની ૪,૭૭ બેઠકો સહિત કુલ ૮,૪૭૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૧ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૮૦ વોર્ડની કુલ ૨,૭૨૦ બેઠકો પૈકી ૯૫ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પૈકી ૨૫ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.

૨૩૧ તાલુકા પંચાયતની બેઠકો ૧૧૭ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની બાકીની બેઠકો માટે ગત ૨૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો કેસરીયો લહેરાઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.