Western Times News

Gujarati News

કોંગ્રેસ હાઇકમાન્ડે બે નેતાઓના રાજીનામા સ્વિકારી લીધા

Files Photo

હારની જવાબદારી સ્વિકારીને પરેશ ધાનાણી-અમિત ચાવડાનાં રાજીનામાં

અમદાવાદ, ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્‌ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે.

કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. મોડેથી મળતા અહેવાલો અનુસાર કોંગ્રેસ કેન્દ્રીય મોવડી મંડળે બન્ને હોદ્દેદારોના રાજીનામા સ્વિકારી લીધા હોવાનું જાણવા મળ્યું છે,

ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની ૧૯ સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.

તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામા મોકલ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જાેતાં આ રાજીનામા પડ્યા છે. હાલની ચૂંટણીમાં ભાજપે ૨૦૧૦નું પુનરાવર્તન કર્યું છે.

૨૦૧૦માં ભાજપ ૩૦ જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય તરફ છે. આમ કોંગ્રેસના દિગ્ગજાે એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

ગુજરાત કાંગ્રેસના ૩૨મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે. જાેકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જાેવા મળ્યો.

છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પણ કોંગ્રેસના ભૂંડા રકાસ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.