Western Times News

Gujarati News

પત્નીએ પતિની હત્યા કરી ડેડ બોડી દાટી દીધી, આડા સંબંધમાં ખેલ્યો ખૂની ખેલ

Files Photo

મોરબી: મોરબી શહેરમાં એક રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. મોરબીમા એક પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું છે. એકસ્ટ્રા મેરીટલ અફેરના આ કિસ્સામાં પત્નીએ પતિ હત્યા કરી અને તેની લાશને છૂપાવવા માટે ખાડો કર્યો હતો. પત્ની અને પ્રેમીએ મૃતકની લાશને ખાડામાં દાટી અને પુરાવા નાશ કરવાની કોશિષ કરી હતી. જાેકે, પોલીસને જાણ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

બનાવની વિગતો એવી છે કે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર માં પત્ની આરતી ઉર્ફે યાસમિને પ્રેમી સાથે મળીને પતિ શૈલેષને માર મારીને હત્યા નિપજાવી પ્રેમી સાથે મળી મૃતદેહને પ્રેમિના ઘર નજીક અવાવરૂ જગ્યાએ જમીનમાં ખાડો દાટી દીધી હતી. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે ધર માંડીને રહેતી હોવાથી આ બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખીને પત્ની અને તેના પ્રેમીએ પતિને ઘરે બોલાવીને હત્યા કરી નાંખયાનું ખુલ્યું છે. આ મૃતકની બહેને પત્ની અને તેના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી

મોરબી એલસીબી ટીમના પીઆઈ વી બી જાડેજાને ગઇકાલે એક ખાનગી ફોન આવ્યો હતો જેમાં બાતમીદારે સમાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા જુમાં સાજણ મજાેઠીયા ના ઘર નજીક બે દિવસથી ગુમ શૈલેષ નાનજી અગેચણિયા ઉવ ૩૫ રહે કબીર ટેકરી શેરી ન.૫ મોરબી વાળાને હત્યા કરી દાટી દીધો હોવાની ખાનગી બાતમી મળી હતી.

જેમાં એલસીબીએ ડિવિઝન પોલીસ ને જાણ કરતા બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયાએ ટીમને મોરબીના કાંતિનગરમાં જઈ તપાસ કરવાનું કહેતા પ્રાથમિક તપાસમાં હકીકતમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. જાેકે મૃતદેહ કોનો છે કયાં દાટ્યો છે એ તપાસ હજુ. પોલીસ માટે કોયડો હતી એ અરસામાં પોલીસને કાંતી નગરમાં રહેતી આરતી ઉર્ફે યાસમીન અને જુમાં સાજણ મજાેઠીયાની સંડોવણી હોવાની માહિતી સામે આવતા પોલીસે આરતી ઉર્ફે યાસીમીને શંકાના દાયરામા લઈને તપાસ શરૂ કરતાં પોલીસની તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યુ હતું.

બાદમાં એસપી એસ આર ઓડેદરા ,ડીવાયએસપી રાધિકા ભારાઈ,બી ડિવિઝન પીઆઈ આઇ એમ કોંઢિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલતદારની હાજરીમાં ડાટેલી લાશને કાઢવા કવાયત હાથ ધરાઈ હતી જેમાં આ મૃતદેહ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયા હોવાની ઓળખ મળી હતી અને આ યુવાનની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું જેથી મૃતક શૈલેષ અગેચણિયાના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા બહેન સુનિતાબેન સંજયભાઈ કોળીને જાણ કરતા મૃતકની બહેન સુનિતાબેને જુમાં સાજણ મજાેઠિયા અને આરતી ઉર્ફે યાસમીન વિરુદ્ધ હત્યાનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધાવી તપાસ હાથ ધરીહતી.

જેમાં મૃતકની બહેને ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક શૈલેષભાઇ અંગેચણીયાના પત્ની યાસ્મીનબેન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયાને મોરબીના કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજાેઠી સાથે પ્રેમ સબંધ બધાયો હતો. આથી યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા તેમના પતિનું ઘર છોડીને જુમાં સાંજણ માજાેઠી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા હતા. આ બાબત તેના પતિ શૈલેષભાઈને મનદુઃખ લાગતા આ વાતનો ખાર રાખીને પત્નીએ તેમને ગત તા.૨૭ ના રોજ કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજાેઠીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં દગો કરીને પત્ની યાસ્મીનબેન અને તેના પ્રેમી જુમાં સાંજણ માજાેઠીએ સાથે મળીને પતિ શૈલેષભાઈને માર મારીને હત્યા કરી નાખી હતી અને તેમની લાશને જુમાં સાંજણ માજાેઠીના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી હાલ બી ડિવિઝન પોલીસે ગુનોં નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મહિલા આરતી ઉર્ફે યાસમિન કાંતી નગરમાં રહેતા જુમાં સાજણ મજાેઠીયા ને પ્રેમ કરતી હતી અને એ વાત પતિ શૈલેષ ને ખટકી રહી હતી જેમાં યાસમીન ઉર્ફે આરતી અને તેના પ્રેમી જુમાં મજાેઠીયા એ મળી પતિ શૈલેષનું ઢીમ ઢાળી દીધું હતું જાે કે મૃતદેહ બાંધેલી હાલતમાં હતો અને દાટેલ પણ હોય હાલ મૃતદેહને રાજકોટ સિવિલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે હાલ પત્ની આરતી અને પ્રેમી જુમાં એમ બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં મહિલા આરોપી આરતી ઉર્ફે યાસમિન હાલ પોલીસના હાથવેંતમાં છે જ્યારે તેના પ્રેમી આરોપી જુમાં મજાેઠીયાને શોધવા તજવીજ શરૂ કરાઇ છે જેમાં આરોપી જુમાં મજાેઠીયા દેશી દારૂના ગુનાઓમાં પણ સંડોવણી ધરાવતો હોવાનું આધારભૂત જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.