Western Times News

Gujarati News

રાહુલ વૈદ્યને આર્યન ખાનનો અંદાજ ખૂબ પસંદ આવ્યો

મુંબઈ: બિગ બોસ ૧૪ હારીને પણ લાખો લોકોના દિલ જીતનારો રાહુલ વૈદ્ય, શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના વખાણ કરતાં થાકી રહ્યો નથી. હાલમાં જ તે મુંબઈના સેન્ટ રેજિસ સ્થિત એક લાઉન્જમાં ગયો હતો અને ત્યાં આર્યન ખાનનું સ્વરૂપ જાેઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાહુલ વૈદ્ય આર્યનથી એ હદે પ્રભાવિત થઈ ગયો કે તેણે એક વીડિયો દ્વારા તમામને આ વિશે જણાવવાનું નક્કી કર્યું. વીડિયોમાં રાહુલ જણાવી રહ્યો છે કે, જ્યારે તે લાઉન્જ ગયો

ત્યારે તેણે જાેયું કે, આર્યન ખાન લાઉન્જની બહાર ઉભો હતો કારણ કે સિક્યુરિટીએ તેને લાઉન્જની અંદર જવા દીધો નહીં. ના કહેવા પર આર્યને સુપરસ્ટારનો દીકરો હોવાનો એટીટ્યૂડ દેખાડ્યો નહીં અને ધીરજથી લાઉન્જ બહાર ઉભો રહ્યો. આર્યન ખાનના આ અંદાજથી રાહુલ વૈદ્ય એટલો પ્રભાવિત થયો કે વખાણ કરતાં થાકી રહ્યો નથી. વીડિયોમાં રાહુલે આર્યનના ઉછેરના વખાણ કર્યા અને શાહરુખ ખાન તેમજ ગૌરી ખાનનો આભાર માન્યો. આ વીડિયો શાહરુખ ખાનના એક ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં રાહુલ કહી રહ્યો છે કે, હું એક લાઉન્જમાં ગયો હતો જેનું નામ લૂના છે. શનિવારની રાત હતી એટલે ભીડ પણ ઘણી હતી. સવારે દોઢ-બે વાગ્યે હું વોશરુમ ગયો અને જ્યારે પરત આવી રહ્યો હતો ત્યારે મારા એક ફ્રેન્ડે મને બોલાવ્યો અને તેના એક ફ્રેન્ડ સાથે મુલાકાત કરાવી. હું જ્યારે ગયો ત્યારે એક ચાર્મિંગ અને ગુડ લૂકિંગ છોકરાને મળ્યો. તે બીજાે કોઈ નહીં પરંતુ આર્યન ખાન હતો. આર્યન ખાનને સિક્યુરિટી લાઉન્જની અંદર જવા દેતી નહોતી. આ સામાન્ય વાત છે. આ બધું થતું રહે છે.

રાહુલ આગળ કહી રહ્યો છે કે, ‘આર્યન એટલી ધીરજ સાથે ચૂપચાપ બહાર ઉભો હતો અને તેના ચહેરા પર તે વાતનો સહેજ પણ ઘમંડ દેખાતો નહોતો કે તે સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો છે. હું આ માટે ખાન સાહેબ અને ગૌરી મેમને અભિનંદન આપવા માગુ છું. તેમણે આટલી સારી રીતે આર્યનનો ઉછેર કર્યો. તેનામાં કોઈ ઘમંડ નહોતો. મેં કહ્યું પણ કે, આર્યન તું અંદર ચલ તો આર્યને કહ્યું, ‘પ્લીઝ તમે તેને કહી શકો છો?’. બાદમાં તે ચૂપચાપ અંદર આવ્યો અને ફ્રેન્ડને બર્થ ડે વિશ કર્યું. તે ખૂબ સારો છે અને તેનું ભવિષ્ય ઉજળું છે. ઓલ ધ બેસ્ટ આર્યન. તું સારો વ્યક્ચિ છે. તને મળીને સારું લાગ્યું. સિંબા, મુફાસાનો દીકરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.