Western Times News

Gujarati News

સરકારી એજન્સીઓ દ્વારા સરકાર લોકોને આંગળીઓ પર નચાવે છે : રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર કિસાનોના પ્રદર્શન અને મોંધવારીના મુદ્દાને લઇ કટાક્ષ કરતા રહ્યાં છે આજે તેમણે કિસાનોનું સમર્થન કરનાર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પર થયેલ આઇટી દરોડાને લઇ સરકારની ટીકા કરી હતી રાહુલ ગાંધીએ હિન્દી કહેવતો દ્વારા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ ત્રણ કહેવતોનો ઉલ્લેખ કર્યો છે પહેલી છે આંગળી પર નાચવું કેન્દ્ર સરકાર આઇટી,ઇડી સીબીઆઇની સાથે આમ કરે છે બીજામાં તેમણે લખ્યું ભીગી બિલ્લી બનના કેન્દ્ર સરકારની સામે મિત્ર મીડિયા અને ત્રીજુ ખિસિયાની બિલ્લી ખંબા નોચે જેમ કેન્દ્ર સરકાર કિસાન સમર્થકો પર દરોડા પાડી રહી છે.

એ યાદ રહે કે ઇનકમ ટેકક્ષની ટીમે નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના મંુંબઇ અને પુણા ખાતેના સ્થળો પર દરોડા પાડયા છે. સુત્રો અનુસાર આ કાર્યવાહી કર ચોરીના મામલામાં કરવામાં આવી છે ઇનકમ ટેક્ષની કલમ ૧૩૨ બેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને મુંબઇ પુણેના ૨૦થી નધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. અનુરાગ કશ્યપ અને તાપસીની પુણેની એક હોટલમાં પુછપરછ કરવામાં આવી હતી સુત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા અને પુછપરછ દરમિયાન એ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ સેલિબ્રિટીજ કેટલાની કમાણી કરે છે અને તેને કોના દ્વારા બિઝનેસ મળે છે.

આ દરોડા બાદ મોદી સરકાર પર કેટલાક લોકો એ સવાલ પણ કરી રહ્યાં છે કે સરકાર કિસાનોના સમર્થન કરનારાને જાણી જાેઇને પરેશાન કરી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે વિરોધ પક્ષો સતત આક્ષેપો કરતા રહે છે કે મોદી સરકાર અવાજ દબાવવા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે પછી ભલે તે કિસાન હોય કે હસ્તીઓ હોય કે સામાજિક કાર્યકર્તા જાે કોઇ પણ મોદીની વિરૂધ્ધ બોલે તો તેમની સામે કેસ કરવામાં આવે છે અથવા તો જેલમાં મોકલી દેવામાં આવે છે અથવા તો તેમના નિવાસ અને ઓફિસો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.