Western Times News

Gujarati News

ફાયર સેફ્ટી નહીં હોય તે સ્કુલની માન્યતા રદ કરાશે

અમદાવાદ, રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. આ અંગેની એક સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં હાલ ૫,૧૯૯ જેટલી સ્કૂલોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, આમ છતાં આ સ્કૂલો ધમધમી રહી છે.

ફાયર સેફ્ટી વગરની સ્કૂલો સામે હવે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે કહ્યું કે જે સ્કૂલોમાં ફાયર સેફ્ટી નહીં હોય તેની માન્યતા હવે હાઇકોર્ટ જ રદ કરશે. કોર્ટના આ કડક વલણથી ફાયર સેફટી વગર સ્કૂલો ચલાવનારા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

કોર્ટે કહ્યું હતું સ્કૂલો નાગરિકોના જીવ જાેખમમાં મૂકીને વ્યવસાય કરી શકે નહીં ૬ દિવસ પહેલા ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત, હોસ્પિટલો, સ્કૂલ, ફેક્ટરી વગેરેના સંચાલકોની આકરી ટીકા કરી હતી અને રાજ્યની ૫૮,૦૦૦ ઇમારતો પાસે ફાયર ર્દ્ગંઝ્ર નહીં હોવાની હકીકત પ્રત્યે લાલઘૂમ થઇ નિર્દેશ કર્યો હતો.

કે ફાયરના નિયમોનો અમલ નહીં કરનારી હોસ્પિટલોને બંધ કરવી જાેઇએ. આવી હોસ્પિટલો અને સ્કૂલો નાગરિકોના જીવને જાેખમમાં મૂકીને પોતાનો ધંધો-વ્યવસાય કરી શકે નહીં. ફાયર સેફ્ટી વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરો આ ઉપરાંત ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે રાજ્યની જે ઇમારતો, ફેક્ટરીઓ, સ્કૂલો, હોસ્પિટલો કે પછી અન્ય કોઇ પણ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય અથવા તો  તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

ફાયર સેફ્ટીના અમલ મુદ્દે હાઈકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતારાજ્યમાં સતત બની રહેલી આગ દુર્ઘટનાઓ મામલે હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીના અમલીકરણ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા છે.

એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું કે, ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂંક અપાઈ છે.
જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમજ તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર ૧૫ દિવસમાં નિમણૂક થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.