Western Times News

Gujarati News

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીકાપ રહેશે

Files Photo

કોતરપુર વર્કસ ખાતે લિકેજનું રિપેરીંગ કામ ચાલી રહ્યું છે ઃ૪ ઝોનના ૧૦૦ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર અસર
અમદાવાદ , અમદાવાદના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્યમાં ઝોનમાં આજે પાણીકાપની જાહેરાત કરાઈ છે. જેને પગલે અમદાવાદના અનેક વિસ્તારોને આજે પાણી નહિ મળે. કોતરપુર વર્કસ ખાતે પાઈપલાઈનમાં થયેલા લિકેજનું રિપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે પાણીકાપ રહેશે.

એટલે કે આ વિસ્તારના લોકોને પાણી માટે ટળવળીને રહેવુ પડશે. અમદાવાદમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં આજે સાંજે પાણી નહિ. કારણ કે, આજે કોતરપુર વોટર વર્કસ ખાતે પાઇપલાઇનમાં થયેલા લીકેજનું રિપેરિંગ કરાશે. નરોડા-સીટીએમ તરફ લાઈન જાેડાણ-રિપેરિંગ કામગીરીના કારણે પાણી પુરવઠો ખોરવાશે.

આજે અમદાવાદ શહેરમાં પાણી કાપ રહેશે. જે મુજબ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી નહિ આવે. આ વિશે એએમસીના સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ કહ્યું કે, અમદાવાદના ૪ ઝોનના ૧૦૦ થી વધુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર અસર થશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વિવિધ સપ્લાય લાઈનમાં કામગીરી હાથ ધરાશે. નરોડા, સીટીએમ તરફ લાઈન જાેડાણ-રીપેરીંગની કામગીરીના કારણે પાણી પુરવઠો ખોરવાશે.

આથી આજે ગુરુવારે સવારે નિયત જથ્થા કરતા ઓછો પાણી પુરવઠો મળશે. જાેકે, આ વિસ્તારોમાં કામગીરી બાદ પાણી આપવામાં આવી શકે છે. સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. અસર થનારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર બોર ચાલુ કરી પાણી મળે એવા પ્રયત્ન થશે. શુક્રવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.