Western Times News

Gujarati News

છ મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ઘમાસાણ

અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ની જીત થઈ છે ત્યારે હવે છ મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ઘમાસાણ મચી રહ્યુ છે આ મહાનગરપાલિકાની ચુંટણીઓમાં અનેક નામો પર હાલમાં ચર્ચા ચાલી રહી છે હવે જાેવાનું એ રહેશે કે કોના માથે મોહર વાગશે.

સુરત મનપા ચૂંટણી બાદ મેયર પદ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મેયર પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યુ છે. જેમાં બે સિનિયર મહિલા કોર્પોરેટરો મેયર પદની રેસમાં સામેલ છે જેમાં દર્શીની કોઠીયા અને હેમાલી બોઘાવાલા મેયર પદની રેસમાં હોવાથી કોના શીરે તાજ પહેરાવામાં આવે છે તે જાેવું રહ્યું. મેયર સાથે વિવિધ સમિતીઓના ચેરમેનના નામ પર ચર્ચાઓ ચાલી રહી છે. મેયર સાથે વિવિધ સમિતીઓના ચેરમેનના નામ પર ચર્ચાઓ ચાલી રહી છે.

અમદાવાદના મેયરને લઇ ભાજપ દ્વારા મનોમંથન કરવામાં આવી રહ્યુ છે. જેમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ એસસી અનામત માટે મેયર પદ માટે ભાજપમાં ૩ નામ ચર્ચામાં છે. હિમાંશુ વાળા, કિરીટ પરમારનું નામ રેસમાં સૌથી આગળ હતુ. જાેધપુર વોર્ડથી અરવિંદ પરમારનું નામ પણ ચર્ચામાં છે.

મેયર સાથે વિવિધ સમિતીઓના ચેરમેનના નામ પર ચર્ચાઓ ચાલી રહી છે. પક્ષના નેતા અને દંડકનું પદ ઓબીસી સમુદાયને સ્થાન મળે તેવી શક્યતા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ જનરલ કોર્પોરેટરને મળી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જૈનિક વકીલનું નામ ચર્ચામાં છે. હિતેશ બારોટને પણ મહત્વનું પદ મળે તેવી શક્યતા છે.

રાજકોટ મનપા ચૂંટણી બાદ મેયરપદ માટે રેસ શરૂ થઇ છે. રાજકોટમાં મેયરપદ માટે ૬ જેટલા નામ ચર્ચામાં છે. રાજકોટની મેયરપદની બેઠક બક્ષીપંચ અનામત ડો.પ્રદીપ ડવ અને ડો.અલ્પેશ મોરઝરીયાનું નામ રેસમાં છે. જયારે હિરેન ખીમાણિયા, જીતુ કાટોડીયાનું નામ પણ ચર્ચામાં છે અને બાબુ ઉધરેજીયાનું નામ પર ચર્ચામાં છે.

વડોદરામાં મેયરપદ માટે પરાક્રમસિહ જાડેજા, ડો.હિતેન્દ્ર પટેલનુ નામ ચર્ચમાં છે મેયરપદ માટે કેયુર રોકડીયા અને મનોજ પટેલનુ નામ પણ ચર્ચામાં છે ભાવનગરમાં મેયરપદ માટે વર્ષાબા પરમારનુ નામ ચર્ચમાં છે મેયરપદ માટે કીર્તીબેન દાણીધરીયા, યોગીતાબેન ત્રિવેદીના નામો પણ ચર્યામાં છે. જામનગરમાં મેયરપદ માટે બીનાબેન કોઠારીનુ નામ ચર્ચમાં આ ઉપરાંત જામનગરમાં મેયરપદ માટે કુસુમ પંડ્યા, ડિંપલ રાવલનુ નામ
ચર્ચામાં છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.