Western Times News

Gujarati News

તાજમહેલમાં બોંબની અફવાથી દોડધામ

આગ્રા, વિશ્વની સાથે અજાયબીમાં સામેલ આગ્રાના તાજમહેલમાં વિસ્ફોટક રાખવાની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તાકિદે એકશનમાં આવી ગઇ હતી

એસપી પ્રોટોકલ શિવ રામ યાદવે કહ્યું કે ફોન કોલ ટ્રેપ કર્યા બાદ માહિતી આપનારાઓની લોકેશન ફિરોજાબાદમાં મળી ત્યાં તેની ધરપકડ કરવામાં આવી અને આ મામલામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફિરોજાબાદથી એક સિરફિરાએ ફોન કરી બોંબની ખોટી માહિતી આપી હતી તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પુછપરછ ચાલી રહી છે

લગભગ બે કલાક સુધાી તાજમહેલના બંન્ને દરવાજાને બંધ કર્યા બાદ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ દરવાજાઓને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યા હતાં અહીં કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી વિસ્ફોટક મુકવાની માહિતી આપી હતી. જાે કે તાજમહેલની તપાસમાં કોઇ બોંબ મળ્યો ન હતો.

યુપીના ૧૧૨ના કંટ્રોલ રૂમમાં સવારે એક વ્યક્તિએ કોલ કરી તાજમહેલમાં બોંબ રાખવાની માહિતી આપી હતી તેણે કહ્યું હતું કે હું તાજમહેલમાં બોંબ લગાવી દઇશ સેનાને બોલાવીશ અને અલ્હાબાદ અને લખનૌ છાવણીને પણ બોંબથી ઉડાવી દઇશ સેના ભરતમાં પેપર લીક થયા છે તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા ઉડી.

ત્યારબાદ લખનૌના ૧૦૯૦ મુખ્યાલયમાં બોમ્બની સૂચનાના કારણે ફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ ૧૦૯૦ મુખ્યાલયની અંદર સ્પેશિયલ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ડોગ અને બૉમ્બ સ્ક્વાયડની મદદ લેવાઈ હતી. કલાકના ચેકીંગ બાદ આ સૂચના પણ ખોટી નીકળી છે. હવે સૂચના આપનારની તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સવારે તાજમહેલમાં બોમ્બ હોવાની ખોટી માહિતિ કોઇકે પોલીસને આપી હતી.

લખનૌ પોલીસે કહ્યું કે સવારે લગભગ ૧૧ વાગ્યાને ૩૦ મિનિટ પર એક કોલ આવ્યો. જેમાં સૂચના આપવામાં આવી હતી કે ૧૦૯૦ મુખ્યાલયમાં બોમ્બ છે. ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ડોગ સ્ક્વૉયડની મદદથી તપાસ કરવામાં આવી પરંતુ સમગ્ર પરિસરમાં કોઈ બોમ્બ મળ્યો નથી.

આ પહેલા અજાણ્યા શખ્સે ફોન પોલીસને ફોન કરીને તાજમહેલમાં વિસ્ફોટકો હોવાનું જણાવ્યું હતું. બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા અને તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.