Western Times News

Gujarati News

દેશમાં રહેવાલાયક સૌથી શ્રેષ્ઠ શહેર બેંગલુરૂ, અમદાવાદ ત્રીજા ક્રમ ઉપર

નવી દિલ્હી, દેશમાં ૧૦ લાખ કરતા વધારે વસ્તીવાળા શહેરોમાં રહેનારા બેંગ્લુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે. જ્યારે ૧૦ લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા ટોપ પર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ રેંકિંગ-૨૦૨૦ (ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ ઈન્ડિયા લિસ્ટ) જાહેર કર્યું છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પૂરીએ રિપોર્ટ જારી કર્યો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બન્ને કેટેગરીમાં ૧૦મા નંબર સુધી પણ નથી પહોંચી શક્યું. દિલ્હી ૧૩મા નંબર પર રહ્યું છે. આ લિસ્ટમાં અમદાવાદ ૧૦ લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં ત્રીજા નંબર પર છે આ સિવાય અહીં સુરત અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ૧૦ લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ગાંધીનગર ૭મા નંબર પર છે.

રહેવા માટે બેસ્ટ શહેરોના રેંકિંગમાં ધેશમાં ૧૧૧ શહેરોનો સર્વે કરવામાં આવ્યો. શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. પહેલી કેટેગરીમાં એ શહેર જાેડાયા જેમની વસ્તી ૧૦ લાખ કરતા વધારે હતી જ્યારે બીજી કેટેગરીમાં એ શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં ૧૦ લાખ કરતા ઓછી વસ્તી હતી. આ શહેરોમાં એ વાત જાેવામાં આવી કે તેમની ગુણવત્તા કેવા સ્તરની છે જ્યાં વિકાસના કામ કરાયા છે, તેની લોકોના જીવ પર કેવી અસર પડે છે.

પહેલી વખત ૨૦૧૮માં રેંકિંગ કરાયું હતું જ્યારે બીજી વખત ૨૦૨૦માં શહેરોનું રેંકિંગ કરાયું. આ કેટેગરીમાં મુખ્ય ત્રણ પિલર્સ છે, આ પિલર્સમાં રહેવાની ગુણવત્તા જેના રેંકિંગ માટે ૩૫ ટકા પોઈન્ટ્‌સ રાખવામાં આવ્યા છે. બીજાે પિલર આર્થિક યોગ્યતા માટે ૧૫% પોઈન્ટ્‌સ અને વિકાસની સ્થિતિ માટે ૨૦% અંક નક્કી કરાયા છે, પછી ૩૦% લોકો વચ્ચે કરાયેલા સર્વેના આધારે પોઈન્ટ્‌સ આપવામાં આવ્યા છે.

આ સાથે શહેરોમાં ૧૪ કેટેગરી બનાવવામાં આવી હતી. આ કેટેગરીમાં એ શહેરનું શિક્ષણ સ્તર, સ્વાસ્થ્ય, રહેવાસ અને આશ્રય, સાફ-સફાઈ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, વૃક્ષો, ઈમારતો, એનર્જીનો ઉપયોગ વગેરે જેવી કેટેગરીની સમીક્ષા કરાઈ છે. આ પછી ત્યાં લોકો વચ્ચે સર્વે કરાયો. આ સર્વે ૧૯ જાન્યુઆરી ૨૦૨૦થી ૨૦૨૦ સુધી કરાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.