Western Times News

Gujarati News

શૂન્ય રન ઉપર આઉટ થતાં જ કોહલીએ શર્મનાક રેકોર્ડ નોંધાવ્યો

અમદાવાદ: ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીનો ખરાબ ફોર્મ હજુ યથાવત રહ્યું છે ગત ૧૫ મહીનાથી આંતરરાષ્ટ્રીય સદી માટે તરસી રહેલ કોહલીની ઇન્તેજારી ફરી વધી ગઇ છે. ઇગ્લેન્ડની વિરૂધ્ધ અંતિમ ટેસ્ટની પહેલી ઇનિગ્સમાં ટીમને વિરાટથી એક મોટી ઇનિગ્સની આશા હતી પરંતુ સુકાની તેના પર ખરા ઉતર્યા નહીં.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલ સીરીજની ચોથી ટેસ્ટના બીજા દિવસે વિરાટ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો પુજારા બાદ આઉટ થયા બાદ બેટીંગ કરવા ઉતરેલ વિરાટે આઠ બોલ રમ્યા હતાં અને ત્યારબાદ બેન સ્ટોકની બોલ પર ફોકસને કેચ આપી શૂન્યના સ્કોર પર પેવેલિયન પાછા ફર્યો હતો આ સાથે જ વિરાટે પોતાના નામે અનેક નહીં અઇચ્છનીય રેકોર્ડ પણ નોંધાવ્યા
વિરાટ હવે પૂર્વ સુકાની મહેન્દ્રસિંહના એક શર્મનાક રેકોર્ડની બરાબરી કરી લીધી છે કોહલીએ ટેસ્ટમાં સુકાની તરીકે શૂન્ય પર આઉટ થવાના મામલામાં ધોનીની બરાબરી કરી લીધી છે બંન્ને સુકાની તરીકે ટેસ્ટ મેચમાં આઠ વાર શૂન્ય રને આઉટ થયા છે.

એટલું જ નહીં વિરાટના કેરિયરમાં આ બીજીવાર છે જયારે તે કોઇ ટેસ્ટ સીરીજમાં બે વાર શૂન્ય પર આઉટ થયો છે આ પહેલા ૨૦૧૪માં તેણે લિયામ પ્લંકેટ અને જેમ્સ એડરસને પોતાના શિકાર બનાવ્યા હતાં જયારે આ સીરીજમાં મોઇન અલી અને હવે બેંન સ્ટોકે વિરાટને ખાતુ પણ ખોલવા દીધુ નહીં

એ યાદ રહે કે ભારતીય સુકાનીએ નવેમ્બર ૨૦૧૯માં બાંગ્લાદેશની વિરૂધ્ધ ઇડન ગાર્ડનમાં પોતાની અંતિમ સદી લગાવી હતી ત્યારબાદથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઇ પણ ફોર્મેંન્ટમાં એક પણ સદી લગાવી શકયો નથી

ઇગ્લેન્ડ સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો વિરાટે છ ઇનિગ્સમાં બે અડધી સદી લગાવી છે અને બે વાર શૂન્ય રને આઉટ થયો છે કુલ મળી અત્યાર સુધી તેણે ફકત ૧૭૨ રન બનાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.