Western Times News

Gujarati News

યુ.કે.ની એડિન બર્ગ યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપશે

બાયોટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસીત કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સક્ષમ માધ્યમ બની

ગાંધીનગર, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુકેના સ્કોટલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિન બર્ગે ભારત અને વિશ્વને ગુજરાત રિસર્ચ, ઇનોવેશન અને ઉચ્ચદક્ષતા પ્રાપ્ત વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં પૂરા પાડી શકે તે હેતુસર ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ એમઓએ સંપન્ન કર્યા છે. Gujarat govt inks MoA with Edinburgh University to develop biotechnology innovation ecosystem in state

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રત્યક્ષ ઉપસ્થિતીમાં થયેલા આ એમઓએ એકસચેંજ સેરીમનીમાં બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડીયા શ્રીયુત એલેક્ષ, યુનિવર્સિટી ઓફ એડન બર્ગના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર પિટર મેથીસન, ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફિક એડવાઇઝર પ્રોકે રાઘવન વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આ એમઓએનું પરસ્પર આદાન-પ્રદાન રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુકલા અને ગુજરાત તથા રાજસ્થાન માટેના બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રીયુત પિટર કૂક વચ્ચે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ તકને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસનું રોલમોડેલ ગુજરાત ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રોના વિકાસ સાથે વર્લ્‌ડ કલાસ એજ્યુકેશન હબ તરીકે પણ ઊભરી આવ્યું છે.

ગુજરાતમાં વિશ્વ સમકક્ષ બહુધા વિષયોના શિક્ષણ-અભ્યાસ માટે રાજ્ય સરકાર સેકટર સ્પેસિફિક યુનિવર્સિટીના કન્સેપ્ટ સાથે આગળ વધી રહી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યની આવનારી પેઢીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વર્તમાન સમયની માંગ અનુસાર વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ આ નવિન પહેલ કરીને સ્કોટલેન્ડ યાર્ડ-યુ.કે.ની એડિન બર્ગ યુનિવર્સિટી સાથે શિક્ષણ વ્યવસ્થાના એમઓએ કર્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ એમઓએના પરિણામ સ્વરૂપે ઇનોવેટિવ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેકટરમાં વર્લ્‌ડ સાયન્ટીસ્ટ અને સબ્જેકટ એકસપર્ટના જ્ઞાનનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળતો થવાનો છે. વિજય રૂપાણીએ ગુજરાતને નોલેજ ડ્રિવન ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના Detailing on the occasion Science and Technology Secretary Mr. Harit Shukla said that, the partnership will provide innovative master’s programs in subjects such as medical, industrial, agricultural and environmental biotechnology, as well as industry-integrated PhD programs, all of which will run for the 2021-22 academic session.

બહુઆયામી ઉદેૃશ સાથે ધોલેરામાં જી-એસઈઆર એટલે કે સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન રાજ્ય સરકાર સ્થાપવાની છે તેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારી, આનુવંશિક રોગ, કલાયમેટચેન્જ, ફૂડ સિકયુરિટીના ક્ષેત્રોમાં માનવજાત માટેની સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા બાયોટેકનોલોજીમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.