Western Times News

Gujarati News

હવે મોબાઈલ PoS મશીન તરીકે વાપરી શકાશે, સ્માર્ટફોન પર રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ લઈ શકાશે

પ્રતિકાત્મક

NPCIએ ‘રુપે સોફ્ટપીઓએસ’ સોલ્યુશન પ્રસ્તુત કરવા SBI પેમેન્ટ્સ સાથે જોડાણ કર્યું

રુપે સોફ્ટપીઓએસનો ઉદ્દેશ વેપારીઓને તેમના સ્માર્ટફોન્સ પીઓએસ મશીનમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવવાનો છે

 રુપે સોફ્ટપીઓએસથી ગ્રાહકો સરળતાપૂર્વક વેપારીના એનએફસી અનેબલ્ડ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરીને ‘ટેપ એન્ડ ગો’ પેમેન્ટ્સ કરી શકશે

મુંબઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ ભારતના લાખો વેપારીઓ માટે ‘રુપે સોફ્ટપીઓએસ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરવા એસબીઆઈ પેમેન્ટ્સ સાથે જોડાણ કર્યું છે. આ નવું જોડાણ રિટેલર્સ માટે એનએફસી અનેબલ સ્માર્ટફોન્સને મર્ચન્ટ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. વેપારીઓ હવે તેમના સ્માર્ટફોન પર સરળ ટેપ એન્ડ પે વ્યવસ્થા દ્વારા રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ ચુકવણીનો સ્વીકાર કરી શકશે.  RuPay SoftPoS aims at digitally enabling the merchants to turn their smartphones into a PoS machine

રુપે સોફ્ટપીઓએસ સાધારણ ખર્ચ પર રિટેલર્સને વાજબી ખર્ચ ધરાવતી માળખાગત સુવિધા પ્રદાન કરશે. આ વિશિષ્ટ સુવિધાથી ડિજિટલ સ્વીકાર્યતાની સુવિધાથી વંચિત લાખો ભારતીય એમએસએમઇ વચ્ચે ડિજિટલ પેમેન્ટની સ્વીકાર્યતને વેગ મળશે.

વેપારીઓ સપોર્ટેડ એપ ડાઉનલોડ કરીને તેમના હાલના એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પેમેન્ટ ટર્મિનલમાં પરિવર્તિત કરી શકે છે. આ સમાધાન લઘુ અને નાના વેપારીઓ વચ્ચે પેમેન્ટ સ્વીકારવા તથા રોકડને બદલે સુરક્ષિત, કોન્ટેક્ટલેસ ડિજિટલ પેમેન્ટમાં વ્યવહાર કરવાની માનસિકતા પેદા કરશે.

રુપે સોફ્ટપીઓએસ નાણાકીય વ્યવહારનો સુવિધાજનક અને શ્રેષ્ઠ અનુભવ છે.  એક વાર કોન્ટેક્ટલેસ મેનુ પસંદ કર્યા પછી ઉચિત રકમ એન્ટર કરવાની છે (જે રૂ. 5000થી ઓછી હોય). પછી વેપારીના મોબાઇલ પર રુપે કાર્ડ ટેપ કરીને તાત્કાલિક નાણાકીય વ્યવહાર થઈ શકે છે.

ત્યારબાદ ઝડપથી નાણાકીય વ્યવહારને માન્યતા મળી જાય છે અને રિયલ ટાઇમમાં સફળતાપૂર્વક વ્યવહાર થયેલાની રસીદ જનરેટ થાય છે. આ સુવિધાનો ઉપયોગ સુરક્ષિત અને ઝડપથી ચુકવણી કરવા મોબાઇલ/વેરેબલ પર એનસીએમસી કાર્ડ્સ અને રુપે ટોકનાઇઝ કાર્ડ પર ઉપયોગ થઈ શકશે. રુપે સોફ્ટપીઓએસ સોલ્યુશનથી વેપારીઓ અને ગ્રાહકો એમ બંને એકસરખો લાભ થશે – એનાથી વેપારીઓને સ્માર્ટ અને યુઝરને અનુકૂળ સરળ માળખું મળશે, તો ગ્રાહકોને સુરક્ષિત, કોન્ટેક્ટલેસ ચુકવણી કરવા માટે પ્રોત્સાહન મળશે.

આ વિશે એસબીઆઈ પેમેન્ટ્સના એમડી અને સીઇઓ ગિરીકુમાર નાયરે કહ્યું હતું કે, “એસબીઆઈ પેમેનટ્સ સરકારની ડિજિટલ ઇન્ડિયાની પહેલને ટેકો આપવા એનપીસીઆઈ સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. આ પહેલ અર્ધશહેરી અને ગ્રામીણ કેન્દ્રોમાં નાનાં અને મધ્યમ કક્ષાના વેપારીઓને સક્ષમ બનાવશે.

અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા અમારા ટર્મિનલ્સ પર એનસીએમસી કાર્ડને પણ સક્ષમ બનાવ્યાં છે. વળી આરબીઆઈની ટેપ એન્ડ ગો સુવિધા દ્વારા રૂ. 5000 સુધીની ચુકવણીને પ્રોત્સાહન આપવાની જાહેરાતથી અમને મોટી સંખ્યામાં મર્ચન્ટ કેટેગરીઓમાં પહોંચવા પ્રોત્સાહન મળ્યું છે. અમે ક્યુઆર અને ટેપને સક્ષમ બનાવતા એસેટ લાઇટ મોડલ પર વેપારીઓને ઓનબોર્ડ લેવા પૂર્વોત્તર રાજ્ય પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

એનપીસીઆઈના સીઓઓ પ્રવીણા રાયે કહ્યું હતું કે,“અમને રુપે સોફ્ટપીઓએસ સોલ્યુશન પ્રસ્તુત કરવા એસબીઆઈ સાથે જોડાણ કરવાની ખુશી છે, જેનો ઉદ્દેશ ભારતીય એમએસએમઇ માટે નવીન પેમેન્ટ સોલ્યુશન ઊભું કરવાનો છે. ભારતીય એમએસએમઇ ભારતીય અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટની સ્વીકાર્યતા વધારવા દેશના વિવિધ વિસ્તારોમાંથી વેપારીઓને ઇકોસિસ્ટમમાં ઓનબોર્ડ લેવામાં આવે એ સુનિશ્ચિતતા કરવાનો અમારો પ્રયાસ છે. અમે માનીએ છીએ કે, રુપે સોફ્ટપીઓએસ દેશના તમામ વિસ્તારોમાં વેપારીઓને ડિજિટલ ઓન-બોર્ડ લેવા પર વેગ પ્રદાન કરી શકે છે એટલે આ નાણાકીય સર્વસમાવેશકતાની દિશામાં ઉચિત પગલું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.