Western Times News

Gujarati News

IIM ઉદેપુરમાં વર્કિગ પ્રોફેશનલ્સ માટે PGDBA એડમિશન પ્રક્રિયા શરૂ

ઉદેપુરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદેપુરએ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે એના 20 મહિનાનો ગાળો ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફોર વર્કિંગ પ્રોફેશનલ્સ (પીજીડીબીએડબલ્યુઇ) પ્રોગ્રામની બીજી એડિશન માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે.

આઇઆઇએમયુ ઉમેદવારોની તેમની કંપનીઓ દ્વારા ફૂલ/પાર્ટ ફી સ્પોન્સરશિપની સુવિધા તેમજ પોતાની રીતે નાણાકીય વ્યવસ્થા સાથે વર્કિંગ પ્રોફેશનલની ભરતીની સુવિધા આપે છે. જોકે પછી વીકેન્ડ ક્લાસીસમાં હાજરી આપવા કંપનીની મંજૂરી જરૂરી છે.

આઇઆઇએમ ઉદેપુરના ડાયરેક્ટર પ્રોફેસર જનત શાહે કહ્યું હતું કે, “પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડેમિનિસ્ટ્રેશન ફોર વર્કિંગ એક્ઝિક્યુટિવ્સ કારકિર્દીમાં પ્રગતિ કરવા, લીડરશિપ અને સ્ટ્રેટેજીની આસપાસ બનાવવામાં આવ્યો છે તથા બિઝનેસ મેનેજમેન્ટ કરવા સંપૂર્ણ જાણકારી પ્રદાન કરે છે. આ વીકેન્ડ પ્રોગ્રામની મુખ્ય ખાસિયત એ છે કે, એક્ઝિક્યુટિવ્સ કારકિર્દીમાં બ્રેક લીધા વિના કુશળતા વધારી શકે છે અને કેમ્પસ-લર્નિંગનો અનુભવ મેળવી શકે છે.”

આ વીકેન્ડ, ઓન-કેમ્પસ અભ્યાસક્રમ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના નજીકના વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને સંપૂર્ણ વીકડે કામ કરવાની જવાબદારીઓ અદા કરવા તથા શનિવાર અને રવિવારે જ વર્ગો માટે સુવિધાજનક પ્રવાસ કરવાની છૂટ આપશે.

આ પ્રોગ્રામ ફાઇનાન્સ, માર્કેટિંગ, પીપલ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, કમ્યુનિકેશન, ઇકોનોમિક્સ અને ઓપરેશન મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં મજબૂત ફંડામેન્ટલ્સ પૂરાં પાડશે. આ પ્રોગ્રામ લીડરશિપ કુશળતાઓ ખીલવશે તથા કારકિર્દીમાં પ્રગતિ કરવા તેમજ ડિજિટલ ટેકનોલોજીસ, એનાલીટિક્સ, ડિઝાઇન થિંકિંગ વગેરે અદ્યતન બિઝનેસ ક્ષેત્રો પર વિશિષ્ટપણે ધ્યાન કેન્દ્રિત કરીને પ્રસ્તુત જાળવી રાખવા માટે ઉપયોગી બનશે. આ અભ્યાસક્રમ જુલાઈ, 2021થી શરૂ થશે  અને માર્ચ, 2023માં પૂરો થશે. આઇઆઇએમ ઉદેપુર કોર્સ પૂર્ણ કરનાર તમામ સહભાગીઓને એલુમ્નિનો દરજ્જો આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.