Western Times News

Gujarati News

ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી ૩.૩૭ કરોડની લૂંટ કરનાર ૪ શખ્સોની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી ૩.૩૭ કરોડની લૂંટ કરનાર ૪ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો. જાેકે હાલ અન્ય ૬ આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.

અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ ચાલુ એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપનાર આ તમામ લોકો પોલિસની ગિરફતમાં આવ્યા છે. આરોપી ઉત્તરપ્રદેશમાંથી ગત ૧૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટેલમાં રોકાયા હતા. આરોપીઓએ પેહલા રેકી કરી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો.

મહત્વ નું છે કે આરોપીઓ પોતાની સાથે ૩ હથિયાર પણ લઈ ને આવ્યા હતા. જાેકે આ ગેંગના મુખ્યસૂત્રધાર આરોપી યોગેશ જાટ અને પુષ્કર સિંગ છે અને કર્મવીર સિંગ હથિયારની વ્યવસ્થા કરી હતી. પકડાયેલ આરોપીઓની ૧૦ આરોપીઓની ગેંગ છે જેમાંથી ૬ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા તમામ આરોપીઓ તમામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ મૂળના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આરોપી પુષ્કરતો લીમડી ના એક ગુના માં ફરાર પણ હતો.

પકડાયેલ ગેગની મોડેશ ઓપરેન્ડી પણ આ પ્રકારની છે કે આ તમામ આરોપીઓ સૌ પ્રથમ રેકી કરતા અને ત્યારબાદ ભાડેથી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈ ૬ લોકો નીકળતા. જેમાંથી ૨ લોકો બસમાં આંગડિયાના કર્મચારીઓ નજીક પેહેલેથઈ જ બેસી જતા. અને બાકીનાં સાગરીતો ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇન્કમટેક્સ અધિકારી બની જતા. તાજેતરમાં જ બનેલી આ ઘટનામાં આ ગેંગે બગોદરા પાસે જઈ ભોગ બનનારને આઇટીના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ ૩.૩૭ કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા.

બાદમાં ખેડા નજીક આરોપીઓએ કારને બિનવારસી રસ્તામાં મૂકી ફરાર થઇ ગયા. એટલું જ નહી પકડાયેલ આરોપીઓએ આગાઉ પણ ૪ વાર અમદાવાદમાં લૂંટની કોશિશ કરી ચુક્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે હાલ પણ ૬ ગેગના શખ્સો ફરાર છે અને ૨.૯૦ કરોડનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ અલગ ટિમ કામે લાગી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ અન્ય શું નવા ખુલાસા થાય છેતે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.