Western Times News

Gujarati News

ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે ગીરનાર રોપ-વે સેવા હંગામી ધોરણે બંધ

જુનાગઢ: મહાશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળાની પરંપરા જાળવશે તેવું નકકી કરાયુ છે. આ સમયમાં જૂનાગઢ બહારથી આવતા લોકો મેળાને લઈને મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તે માટે આજથી ગીરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. જે આગામી ૧૧ માર્ચ સુધી બંધ રહેશે.

જૂનાગઢ શિવરાત્રિના મેળામાં આમ જનતાને આવા પર પ્રતિબંધના સરકારના ર્નિણયને સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષએ વખોડી કાઢ્યો. જૂનાગઢમાં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચૂંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી.

ચૂંટણીમાં સંક્રમણના ફેલાઈ ગયુ પણ શિવરાત્રિના મેળામાં ફેલાઈ જશે આવી ખોટી વાતો કરી સરકાર અને કલેકટર પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે તેવુ પણ મહંત આત્માનંદે આક્ષેપ કર્યો. આ માટે જ્યારે તંત્ર અને સાધુ સંતોની બેઠક યોજવામાં આવી ત્યારે માત્ર અમુક સંતોને બોલાવી ર્નિણય લેવડાવ્યા અને ત્યાં સુધી કે મિડિયાને પણ આ બેઠકોથી દૂર રાખવામાં આવ્યા હતા. અને આત્મારામ મહંતે તો જનતાને ખુલી મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં સુધી કહ્યું કે જાે પોલીસ દ્વારા રોકવામાં આવે તો પ્રોટેક્શન રાખી પણ મેળામાં આવવાં માટે આવવાં આમંત્રણ આપ્યું છે.

જૂનાગઢ ભવનાથ મેળાને લઇ મહંત આત્માનંદજીએ હુંકાર કર્યો છે. આત્માનંદજીએ કહ્યું કે ભવનાથ મેળો સરકારના આદેશથી બંધ નહી રહે. આત્માનંદજીએ ભાવિકોને મેળામાં આવવા હુંકાર કર્યો છે. અને આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનું ધાર્યું કરે છે. આત્માનંદજીએ કહ્યું કે સનાતન ધર્મના પ્રસંગમાં મનમાની નહી કરવા દઇએ. ચૂંટણી સભા અને સરઘસો કાઢો છો ત્યારે કોરોના નથી નડ્યો. અને ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.