Western Times News

Gujarati News

પ.બંગાળ ચૂંટણીઃ મિથુન ચક્રવર્તી ભાજપમાં જાેડાયા

નવી દિલ્હી, બંગાળના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જાેડાઈ ગયા. મિથુન ચક્રવર્તીએ ભાજપમાં સામેલ થતાની સાથે જ પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. થોડીવારમાં કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં પીએમ મોદી મેગા રેલીને સંબોધન કરશે.

ભાજપમાં સામેલ થયા બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જે તમારો હક છીનવશે તેમના વિરુદ્ધ ઊભા થઈ જઈશું. આજનો દિવસ મારા માટે સપના જેવો છે. આટલા મોટા નેતાઓ સાથે મંચ શેર કરીશ. આવું મે ક્યારેય વિચાર્યું નહતું.

મમતા બેનર્જીનું નામ લીધા વગર બહારી વિરુદ્ધ ભીતરીનો જવાબ આપતા મિથુને કહ્યું કે બંગાળમાં રહેતા દરેક બંગાળી છે. અમે ગરીબો માટે કામ કરવા માંગીએ છીએ. ગરીબો માટે કામ કરવું મારું સપનું છે. મિથુને કહ્યું કે હું જે બોલું છું તે કરું છું. હું પાણીનો સાપ નથી, કોબરા છું. કોલકાતાના બ્રિગેડ મેદાન પર પીએમ મોદી ની રેલી માટે ભારે ભીડ ઉમટી છે. અભિનેતા મિથુન ચક્રવર્તી મંચ પર જ ભાજપમાં જાેડાઈ જતા ગરમાવો વધી ગયો છે.

મિથુન ચક્રવર્તી સાથે મંચ પર કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રોય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ અગાઉ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત થઈ હતી. વિજયવર્ગીયે આ અંગે ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી.

આ મુલાકાત બાદ જ મિથુનની રાજકીય ઈનિંગ અંગે ચર્ચાઓને બળ મળ્યું. બંગાળમાં કોણ બળવાન? સવાલ ઘણો મોટો છે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની મહારેલી છે. ભાજપે ૧૦ લાખ લોકો માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે પ્રધાનમંત્રીની વાત સાંભળવા માટે પશ્ચિમ બંગાળના જિલ્લાઓથી આ રેલીમાં આવશે. બીજી બાજુ મોંઘવારી વિરુદ્ધ આજે જ સિલિગુડીમાં મમતા બેનરજીની પદયાત્રા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.