Western Times News

Gujarati News

સોલા વૃદ્ધ દંપતી કેસમાં પોલીસે ૨૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા

હત્યારા પોલીસની રડારમાં, જલ્દી ધરપકડ થવાની વકી-વૃદ્ધ દંપતીની હત્યા કરીને ફરાર ૪ આરોપીઓની ઓળખ થઈ, હત્યા બાદ શહેરની બહાર ભાગી ગયા હોવાની શંકા

અમદાવાદ,  શહેરના સોલા વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યા મામલે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ હત્યારાઓને વહેલી તકે ઝડપી લેવા કમર કસી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અત્યાર સુધી ૨૦૦થી વદુ સીસીટીવી તપાસ્યા છે, અને ખૂબ જ ટૂંકા સમયમાં હત્યારાઓ અંગે ઘણી બધી માહિતી મેળવી લીધી છે. હવે જલદીથી આરોપીઓને ઝડપી લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

હેબતપુરમાં વૃદ્ધ દંપતીનું ગળુ ચીરીને ઘાતકી હત્યા કરી રૂ.૨.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા ૪ લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં ૨૦૦ કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જાેયા હતા, જેમાં ચારેય શખ્સો ૨ બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતું.

જણાવી દઈએ કે, શાતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ કરસનભાઈ પટેલ તથા તેમના પત્ની જ્યોત્સના બહેનના ઘરમાં શુક્રવારે વહેલી સવારે પ્રવેશેલા માસ્કધારી ચાર શખ્સોએ ગળું કાપીને ૨.૪૫ લાખના મતાની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઈને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓને હત્યારાઓની જલદીથી ધરપકડ કરવા માટે સૂચના આપી હતી.

મળતી માહિતી મુજબ એક્શનમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર વિસ્તારના ૨૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ એકઠા કરી તપાસતા ચાર જેટલા ફૂટેજમાં આરોપીઓ જાેવા મળ્યા હતા. આ ઉપરાંત આરીપોઓ બે મોટરસાઈકલ ઉપર આવ્યા હોવાનું તથા સોસાયટીમાં પ્રવેશતા પહેલા તેમને વાહન હેબતપુર ચાર રસ્તા પાસે પાર્ક કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ બાઈક પર રિંગ રોડ તરફ જતા પણ સીસીટીવીમાં ફૂટેજમાં નજરે પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.