Western Times News

Gujarati News

ખુન કરી દંપતીની કાર ચોરવાનો પ્રયાસ કર્યો પરંતુ ચલાવતા ના ફાવી એટલે બાઈક પર ભાગ્યા

રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાંચ આરોપીઓ ઝડપાયા -વૃદ્ધ દંપતીનો પુત્ર દુબઈમાં છે, તેમના ઘરે મોટા પ્રમાણમાં રૂપિયા અને કિંમતી વસ્તુઓ હોય એવી પોલીસને શંકા

અમદાવાદ, થલતેજમાં રહેતા પતિ-પત્ની અશોક પટેલ અને જ્યોત્સના પટેલની ર્નિમમ હત્યાના ત્રણ દિવસ બાદ તેમના હત્યારાઓ પકડાયા છે. શહેર પોલીસે પાંચ આરોપીઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ઝડપ્યા છે. શહેર ક્રાઈમ બ્રાંચના અધિકારીના કહેવા મુજબ,

પ્રારંભિક પૂછપરછમાં માલૂમ થયું હતું કે, ૩૦-૩૫ વર્ષની ઉંમરના ચાર શખ્સો લૂંટના ઈરાદે આ દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા અને હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, થલતેજમાં હેબતપુર ચાર રસ્તા પાસે આવેલા શાંતિવન પેલેસ બંગ્લોઝમાં આ વૃદ્ધ દંપતી રહેતું હતું.

થલતેજ દંપત્તિની હત્યા: ઘરમાં કલર કામ કરતાં કારીગરે હત્યારાઓને માહિતી આપી હતી

 

સીસીટીવી કેમેરામાં જાેવા મળેલા ચાર આરોપીઓને પટેલ દંપતીના ઘરે પેઈન્ટરનું કામ કરી રહેલા એક શખ્સે જાણકારી આપી હતી. તેણે આ ચાર શખ્સોને કહ્યું હતું કે, વૃદ્ધ દંપતીનો દીકરો દુબઈમાં રહે છે અને તેમના ઘરે મોટા પ્રમાણમાં રૂપિયા અને કિંમતી વસ્તુઓ હોવા જાેઈએ, તેમ ક્રાઈમ બ્રાંચની સિનિયર ઓફિસરે જણાવ્યું.

કોરોના મહામારી શરૂ થઈ તે પહેલા આ પાંચેય આરોપીઓ શહેરના જનતાનગરમાં રહેતા હતા અને કડિયાકામ કરતા હતા. શહેરના પોલીસકર્મીએ કહ્યું, જે શખ્સે પેલા ચારેય આરોપીઓને વૃદ્ધ દંપતીના ઘરની માહિતી આપી હતી તેને સૌથી પહેલા પકડવાનું કામ કર્યું.

“ક્રાઈમ બ્રાંચ અને શહેર પોલીસ છેલ્લા બે દિવસથી રાજસ્થાનના માળવા અને મધ્યપ્રદેશમાં આ આરોપીની શોધ કરી રહી હતી. જ્યારે બીજા આરોપીઓને રવિવારે રાત્રે ઝડપ્યા હતા. મંગળવારે આ પાંચેય આરોપીઓને અમદાવાદ લવાય તેવી સંભાવના છે”, તેમ પોલીસે જણાવ્યું. હત્યા કયા ઈરાદાથી કરવામાં આવી હતી તે અંગે પોલીસકર્મીએ જણાવ્યું કે, દંપતી બૂમાબૂમ કરવા લાગ્યું ત્યારે તેમને ચૂપ કરાવવા માટે આરોપીઓએ તેમની હત્યા કરી હતી.

આરોપીઓ ઉતાવળમાં હતા અને ભયભીત પણ, જેથી તેમણે પહેલા દંપતીની કાર ચોરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને ચલાવતા ના ફાવી. જે બાદ તેઓ પોતાના બાઈક પર જ ફરાર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાંથી એ જ દિવસે રાજ્યની બોર્ડર પાર કરીને જતા રહ્યા હતા.

શાંતિવન પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ કરસનભાઈ પટેલ તથા તેમના પત્ની જ્યોત્સના બહેનના ઘરમાં શુક્રવારે વહેલી સવારે પ્રવેશેલા માસ્કધારી ચાર શખ્સોએ ગળું કાપીને ૨.૪૫ લાખની મતાની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઈને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓને હત્યારાઓની જલદીથી ધરપકડ કરવા માટે સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.