Western Times News

Gujarati News

ખુજલી-સામાન્ય લાગતા રોગથી પરેશાની

9825009241

ત્વચાના રોગોમાં ખુજલી ખંજવાળ કે ચળ જેને આયુર્વેદની પરિભાષામાં કંડૂ કહે છે અને અંગ્રેજીમાં જેને ઇચિંગ કહે છે,તે ખૂબ સામાન્ય દર્દ છે.લગભગ બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત હોય છે.મોટા ભાગે શરીરના કોઇ એક ભાગ પર આંખોથી જલ્દી જોઇ ન શકાય તેવી બારીક ફોડલીઓ થાય છે.તે જરા કઠણ,ગોળ,પીળી કે લાલ અને ઉભરેલી સ્થિતિમાં હોય છે,તેમાં ખૂબ ખંજવાળ પેદા થાય છે.તેથી વ્યક્તિ પોતાના હાથની હથેળી,નખ કે કાંસકા જેવીકોઇ ચીજ લઇને તે જગ્યા પર ખંજવાળે છે.ત્યાં ઘર્ષણ કરે છે.તે ખુજલી જેમ ખંજવાળીએ તેમ મીઠી લાગે છે.ગમે છે મોટા ભાગે આવી ખુજલી પીઠ, છાતી, પડખાં, જાંઘ, નિતંબ, હાથ તથા પગ જેવા અંગો પર વધુ થાય છે.પ્રાયઃ આવી ચળ(ખુજલી)સામાન્યઉપચારોથી ૩-૪ દિન કે સપ્તાહમાં મટી જાય છે.પરંતુ ક્યારેક તે ગંભીર રૂપ પણ પકડે છે ત્યારે ખુજલીખૂબ સતત ને રાત દિવસ આવ્યા કરે છે.ત્યારે આખો દિવસ વ્યક્તિના હાથ ખુજલીને ખંજવાળવામાં જ રોકાયેલા રહે છે.આવી ખુજલીમાં પણ દાણા જરા વધુ મોટા,કર્કશ,પીળ કે કાળા થાય છે,ત્યારેરોગીને ચિકિત્સક પાસે તેની સારવાર લેવી પડે છે.

ખુજલી નાનાંમોટા દરેકને થઇ શકે છે.વૃધ્ધાવસ્થામાં પણ ક્યારેક તીવ્ર ચળ થાય છે.પરંતુ તેમાં ફોડકીઓ પ્રાયઃથતી નથી.ત્વચા પર કોઇ વિકૃતી જણાતી નથી,છતાં ચળ આવે છે.શ્વાસના દર્દીમાં તથા મોટે ભાગે એલર્જી (કોઇ ખાધ કે વસ્તુની અસહિષ્ણુતા) ને કારણે પણ ખુજલી સામાન્ય રીતે ઉત્પન્ન થાય છે.આવી ખુજલીના બારીક દાણા ઢીંચણ,કોણી,ચહેરો તથા હથેળીની પીઠના ભાગ પર પ્રાયઃ નીકળે છે.દાદર(ધાધર), ખસ,ખરજવું,શીળસ જેવા અન્ય ત્વચાના રોગોમાં પણ વિકૃતીના સ્થાને ચળ આવે છે,પરંતુ ત્યાં તે રોગનું એક લક્ષણ હોય છે.અહીં મુખ્ય રોગ કે ત્વચા વિકૃતી જ ચળ આવે છે.સામાન્ય રીતે ખુજલીના બે પ્રકારો છે.(૧)સૂકી અને (૨)ભીની ,જેમાં ફિડકીઓ મોટી થાય છે,તેમાં રસી થાય છે ને પાણીજેવો સ્ત્રાવ થાય છે.કદીક તેમાંથી રક્ત પણ વહે છે.કદીક આવી ખુજલીમાં સૂક્ષ્મજંતુઓ જોવા મળે છે.ખુજલી સાથે કિંચિત દાહ પણ હોય છે.સૂકી ખુજલીમાં દાહ પીડા અને દાહ ઓછા હશે.શ્યામ રંગની ફોલ્લીઓ વધુ દિવસો સુધી રહે છે. અને તે મોડેથી મટે.કોઇને ગરમીની સીઝનમાંતો કોઇને ઠંડીની ઋતુમાં ખુજલી વધુ થાય છે ઘણાંને રાતના સમયે ખુજલી એવી પરેશાન કરે છે કે ઊંઘ હરામ થઇ જાય છે.

શરીરના જુદા જુદા સ્થાનો પર થતી ખુજલીના જુદા જુદા નામો અપાયા છે.જેમકે(૧) માથામાં થતી ભારે પીડાયુક્ત ખુજલીને દારૂણક કહે છે. (૨)પગની આંગળીઓની વચ્ચે થતી ખુજલીને અલ્સક કહે છે.(૩)સ્ત્રીના ગુપ્તાંગમાં થતી ખુજલીને યોનીકંડૂ કહે છે.(૪)કાનમાં પરૂ કે મેલને કારણે ગુદા (મળદ્વાર)માં થતી ખુજલીનેદ ગુદકંડૂ કહે છે.(૬)પીઠ ને છાતી પર થતી ખુજલી ચળને અળાઇ કહીએ છીએ.શરૂઆતનીસાદીખુજલી જો સામાન્યઉપચારોથી નમટેઅનેજો વધુ સમય લંબાયતોતે સુકી,કાળી,કર્કશઅને કાળી ત્વચાયુક્ત બની જાય છે.રોગની તીવ્રવસ્થામાં દર્દીની તાવ પણ આવે છે.ખુજલીના સ્થાને ખંજવાળવાથી તેની ઉપરથી સફેદ જેવી ફોતરી કે ભૂસી નીકળે છે.કદીક ખુજલી રૌદ્ર રૂપ ધારણ કરેતો તેમાંથી ખસ પણ થાય છે. હવે આ રોગ થવાનાં કારણો આપણે તપાસીએ.સામાન્ય રીતે ખુજલીમાં કફદોષ મુખ્ય ભાગ ભજવેછે.ત્વચા નીચે આવેલ કફ,વાત અને પિત્ત આ ત્રણે દોષથીખુજલી ઉતપન્ન થઇ શકે છે.તેમજ કૃમી દોષ કે ચેપી જંતુઓના હુમલાથી પણ આ રોગ થાય છે.તે જરીતે જે લોકો બીજાની ઇર્ષ્યા,ક્રોધ તથા બીજાનું અશુભ કરવાનુંમાનસ(વિચારો) ધરાવે છે તેમને પણ આ રોગ થાય છે.જેતુંવાળા સડેલા શાકભાજી કે ખાધ પદાર્થો ખાવાથી,તેમજ ત્વચા ઝેરી તીવ્ર રસાયણોના સંસર્ગમાં આવવાથીપણ ખુજલી પેદા થઇ શકે છે.તેવીજ રીતે કેટલીક પ્રતિકૂળ અને ઝેરીદવાઓના ઉપદ્રવ રૂપે પણ ચળ પેદા થાય છે.

ક્યારેક ભારે દવાઓને કારણે મધુમેહ, કમળો,શ્વાસ જેવા રોગો દબાઇ જાય,ત્યારે પણ અંદરનો દોષ ચળ રૂપેત્વચા પર પ્રગટ થાય છે.ઘણીવાર દૂષિત જલ વાયુને કારણે પણ આ રોગ થાય છે.ઠંડીગરમીના ઋતુ પ્રભાવથી આરોગ સામાન્ય રીતે થાય છે.જે લોકો માંસ માછલી,ઇંડા તથા ગરમ મસાલાવાળાતેમજતમાકુ,મધપાન,ધુમ્રપાન વગેરેનો વધુ ઉપયોગ કરે છે તેમનેપણ આ રોગ થાય છે.જેઓ આહારમાં ખૂબ ગળ્યા,ચીકણા,ભારે તથા ઠંડા પદાર્થોનો વધુ ઉપયોગ કરે છે,તેઓને પણ આ રોગ થાય છે.ઘણીવાર દરરોજ સ્નાન અને દેહશુધ્ધિ ન કરવાને કારણે શરીરના મેલ પરસેવાથી પણ આ દર્દથાયછે.મિથ્યા આહાર,વિરુધ્ધ આહાર અને એવા કારણોથી રક્તની દુષ્ટિ થતાં પણ કંડૂ ખુજલી થાય છે. રોગની સારવારમાંજે કારણોથી ખુજલી થઇ હોય તે દૂર કરવા.જેમકે ખરાબ પાણી,પ્રતિકૂળ દવાઓ,મધપાન,વાસી સડેલો ખોરાકવગેરે કારણોથી રોગ થતો હોયતો તે દૂર કરવા,તે સારવારનું પ્રથમ પગલુ છે.જે રંગ રસાયણો કે પદાર્થોથી ત્વચાપર ક્ષોભ સોજો ઉત્પન્ન થાય તેનાથીદૂર રહેવું.દરરોજ સ્નાન તથા સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરવાં.શુધ્ધ હવાનું સેવન કરવું.રૂગ્ણ સ્થાનની ખાસ દ્રવ્યોથી સફાઇ કરવી.વધુ ગરમી,અગ્નિ,ગરમ હવા તથા ઠંડી હવાથી બચવું.વિરૂધ્ધઆહાર કે અપથ્ય(પ્રતિકૂળ)આહાર ન કરવો.કફ કર્તા આહારથી ખુજલી થઇ હોય,તો તેવા ખોરાક બંધ કરવો.ચેપી રોગના દર્દીઓથી દૂર રહેવું.પથારી,ગાદી,વસ્ત્ર વગેરે સ્વચ્છ રાખવા.

આ બધા રોગ અટકાવવાના ઉપાયો છે. ત્રિફળા ચૂર્ણ,દીનદાયાળ,હરડેચૂર્ણ,દીવેલ પછી ગરમાળાના ગોળને ગમેતે એક જુલાબ તમારી તાસીર મુજબ પસંદ કરી જરૂર મુજબ લેવો. કિશોર ગુગળ ,આરોગ્યવર્ધીની રસની ટીકડી લેવી. મંજીષ્ટાદી કવાથ સવાર સાંજ લેવી. ગંધક રસાયણ નામની દવાની ટીકડી સવાર સાંજ લેવી. વધુ ગંભીર દર્દમાં રક્તદોષનાશક ટીકડી કે જેમાં સારીવા મુખ્ય દ્રવ્ય છે.સારીવાને ઇન્ડીયન સારસા પરેલાના નામથી ઓળખવામાં આવે છે.સારસાના મૂળ સ્વાસ્થ અને રક્તશુધ્ધિ માટે બલ્ય છે.આ ટીકડીની સીધી અસર લોહી,ચામડી અને આંતરડા પર થાય છે.આંતરડાનું સેંદ્રિય વિષ તથા રકતમાં લીન થયેલ વિષ તથા કૃમિના કારણે અથવા આહાર વિહારની અસામ્યતા(એલર્જી)ના કારણે આવતી ખંજવાળ લોહીની શુધ્ધિ થતાં જ મટવા માડે છે.અને પાચનક્રિયા સુધરે છે.તેને લઇને ભૂખ પણ ઉઘડે છે.આ રીતે તે રક્તશોધક અને અકસીર પોષક નિવડ્‌યુ છે.

ચામડીના દર્દો ઘણા હઠીલા હોય છે.મટેને ફરી થાય એ તેની ખાસીયત હોય છે.જેથી ખસ,લુખસ,દાદર,ખંજવાળ,ફોલ્લા ફોલ્લી,લીલા સૂકા ખરજવા જેવા હઠીલા દર્દો વારંવાર હેરાન વારંવાર હેરાન કરે છે.ત્યારે ધીરજપૂર્વક આ ટીકડીનો ઉપયોગ લાભપ્રદ નિવડે છે. શીળસ એ આ જમાનાનો પ્રચલિત રોગ છે.શરીરે ખંજવાળ આવે,ઢીમણા નીકળે અને તે પાછા શમી પણ જાય.તેના કારણે કોઇ ઔષધની પ્રતિક્રિયા એલર્જી હોય કે ખોરાક,હવા કે નાયલોનવાળા મોજા પહેરવાથી કે બીજા અનેક કારણોથી થતી આવતી હોય છે.આવી પ્રતિક્રિયા (રીએક્શન)માં આ ટીકડીનો ઉપયોગ લાભપ્રદ જણાયો છે.રક્તશુધ્ધિથી રોગને મતાડે છે.

વળી સ્થાનીક ઉપચારોમાં સ્નાનકર્યા પછી ચળના સ્થાને સારો ટેલ્કમ પાવડર લગાવો.પાણીમાં ડેટોલ પ્રવાહી,બોરીક પાવડર અથવા લીમડાના પાનવાળુ ગરમ પાણી ઉમેરી તે પાણીથી દરરોજ સ્નાન કરો. કફદોષજ ચળમાં સરસીયું તેલ,લીંબોળીનું તેલ,મરિચ્યાદી તેલ જેવા તેલનું માલિશ સારૂ.પિત્તજન્ય ચળમાં આમળાનાં પાવડરથી સ્નાન,સોનાગેરૂ ને શંખજીરૂનું મિશ્રણ ગુલાબજળમાં કલાપીલેવો.કેરીના ગોટલાના પાવડરથી સ્નાન સારૂ,વાયુદોષની ખુજલીમાં એરંડીયુ તેલ ગરમ કરીને માલીશ કરવું સારૂં.કૃમીદોષની ચળમાં લીમડાના પાન નાખી ગરમ કરેલા પાણીથી ડેટોલથી કે અરીઠાનું પાણી મેળવી કરેલું સ્નાન સારૂ.તેમજ ચળ ઉપર કરંજીયા તેલનું માલીશ કરવું. ગરમીથી થયેલી ખુજલીમ ાંઆમળા, જેઠીમધ, કપૂરકાચલી,ખસ ,ચંદનનો ભૂકો,મોથ વગેરેના પાવડર સ્નાનરજ ચૂર્ણ બનાવી તેનાથી સ્નાન કરવું લાભદાયી છે.વૃધ્ધોનીવાયુ પ્રધાનચળમાં દરરોજ સરસીયું તલના તેલનું કે દિવેલનું માલીશ પણ લાભદાયી છે. ત્વચાનારોગીઓએ ખાવામાં મીઠું (નમક)બને તેટલું ઓછું ખાવુંકે ન ખાવું લાભદાયી છે.

શ્રી રામ વૈદ્ય
મો. -૯૮૨૫૦૦૯૨૪૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.