Western Times News

Gujarati News

તને મારી કંઈ જ પડી નથી ?

સંબંધ ગમે તે હોય દરેકને પોતાની રીતે ખીલવાની મોકળાશ આપવી જોઈએ
આજે ટેકનોલોજીના યુગમાં અને સતત મોબાઈલમાં પ્રવૃત રહેતો દરેક માનવી સંબંધો રાખવામાં આગળ વધ્યો છે તો ઘણી વખત એક ફોન કે મેસેજ નો જવાબ ન આપીએ તો તે માણસને ખોટુ લાગતા વાર નથી લાગતી અને વર્ષો જૂનો સંબંધ તૂટતા પણ વાર લાગતી નથી. મેં તેને આટલો સાચવ્યો છતાં તે એક ફોન પણ કરી શકતો નથી આમ નકામો બળાપો કાઢતો હોય છે.
મેં સ્ટેટઅપલોડ કર્યુ છે, અને તે જાયુ પણ નથી. તને મારા માટે સમય જ નથી. તને મારી કંઈ પડી જ નથી. માણસ હવે મેસેજીસના ‘પ્રેશર’માં રહેવા લાગ્યો છે આ વાત આજકાલના યુવાનોની છે. તેની દોસ્તને ફોન કર્યો છે મેં સવારથી તને વોટસએપ મેસેજ કર્યો છે. જવાબ આપવાની વાત તો દૂર તને જાવાનોય સમય નથી ? યુવાને કહયુ ઃ હું કંઈ આખો દિવસ ફોન હાથમાં લઈને નથી બેસતો. આજે મારે એક પ્રોજેકટ પૂરો કરવાનો છે એટલે હું સવારથી ફોનને અડયો જ નથી. એક યુવાને તો એના સ્ટેટસમાં જે એવુ લખ્યુ કે હું દિવસમાં સવારે અને રાત્રે એમ બે વખત જ વોટસએપ જાઉ છું એટલે કંઈ અજરન્ટ હોય તો મને ફોન કરવો. અથવા એસએમએસ કરવો. વોટસએપમાં જવાબ આપવામાં મોડુ થાય તો ખોટુ લગાડવુ નહિ. સંબંધોમાં ખુલાસા કરવા પડે ત્યારે સંબંધ થોડોક સંકોચાતો હોય છે.

સંબંધોની તીવ્રતા એના ઉપરથી નકકી થતી નથી કે તમે કેટલી વખત મળો છો, તમે એકબીજાની કેટલી પરવા, કેટલી ખેવના અને કેટલી લાગણી છે તેના ઉપરથી નકકી થાય છે દિલમાં હોય એ નજરની સામે ન હોય તો પણ સંબંધો સજીવન રહેતા હોય છે. ટેકનોલોજીએ લોકોની અપેક્ષાઓ વધારી છે. હું મેસેજ કરુ એટલે તારે જવાબ આપવાનો જ ! દસ વખત ઓનલાઈન થવાય છે પણ મને જવાબ નથી આપતો. છેલ્લો સીન જાઈને દુઃખી થવાય છે. બધાં માટે ટાઈમ છે, પણ મારા માટે ફુરસદ જ નથી. હવે મારેય મેસેજ કરવો નથી. આપણાં સંબંધો બહુ જ ફોર્મલ થતા જાય છે.

જાણે કોઈ રિવાજ હોય અને નિભાવવો પડતો હોય ! સંબંધ જીવવો અને નિભાવવો એમાં બહુ ફરક છે. સંબંધ નિભાવવા ક્યાંક મજબૂરી છે અને ક્યાંક જવાબદારી છે. સંબંધ જીવવામાં સહજતા છે. આપણી વ્યક્તિને એની ‘સ્પેસ’ માં જીવવા દેવી એ પણ સંબંધની શ્રેષ્ઠતા છે. જિંદગીમાં એકાંત પણ મહત્વનું છે. પોતાની વ્યક્તિ એની જાતને પણ મળતી રહેવી જાઈએ. આપણે ઈચ્છતા હોઈએ કે આપણી પ્રાઈવસી પોટકેટ થાય તો આપણે આપણી વ્યક્તિને પણ એની ક્ષણે જીવવા દેવી જાઈએ. સાથ એટલો આપો જેટલી જરૂર હોય. ક્યારે ખસી જવુ એની સમજ પણ સંબંધોને સજીવન રાખવા માટે જરૂરી છે. મદદનો મતલબએ નથી કે સતત કોઈને સંભાળતા રહીએ જેટલી મદદની જરૂર હોય એટલી કરીને હઠી જઈએ.

ઘણી વખત સતત હાજરી અનેક સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવુ જાઈએ. આપણને ખબર હોવી જાઈએ કે કયારે મારી જરૂર છે અને કયારે મારે દૂર રહેવાનું છે. સંબંધોમાં નિયમો ન હોય અને ફોન કરે તો જ હું ફોન કરુ, એ મેસેજ કરે તો જ હું જવાબ આપુ. સંબંધ જયારે બંધનના દાયરામાં આવી જાય છે ત્યારે ગૂંગળામણની શરૂઆત થાય છે. પોતાની વ્યક્તિનું કામ માણસને એમની નજીક જવાનું હોય છે. સંબંધોમાં આપણે ભૂલ કરીએ છીએ કે એને આપણી નજીક લેવાનો સતત પ્રયાસ કરીએ છીએ. સંબંધ ગમે તે હોય દરેકને પોતાની રીતે ખીલવાની મોકળાશ આપવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.