Western Times News

Gujarati News

વડોદરાની હોસ્પિટલમાંથી ૮ લાખના વેન્ટિલેટરની ચોરી

વડોદરા: કોવિડ-૧૯ મહામારીના સમયમાં જ્યારે વેન્ટિલેટર સૌથી વધારે માગ ધરાવતા ઉપકરણોમાંથી એક છે, ત્યારે ચોરોએ હરણી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી લાઈફ સપોર્ટ સિસ્ટમના યુનિટના બે યુનિટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ, આ હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો હોસ્પિટલના વહીવટીતંત્રને સોમવારે બે વેન્ટિલેટરની ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે એક મહિનાથી વધુ સમય બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો બાયો-મેડિકલ રૂમ ખોલ્યો હતો. ૫મી જાન્યુઆરીથી હોસ્પિટલમાં રિનોવેશનનું કામ થઈ રહ્યું છે,

જેના કારણે તમામ ઉપકરણો બાયો-મેડિકલ રૂમમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટર કમલેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લે ૮મી ફેબ્રુઆરીના રોજ બાયો-મેડિકલ રૂમમાં વેન્ટિલેટર જાેવા મળ્યા હતા. સોમવારે જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ૭.૫ લાખ રૂપિયાની કિંમતના બે વેન્ટિલેટર ગાયબ હતા. પોલીસે કહ્યું હતું કે, વેન્ટિલેટર ૨૦૦૮માં દિલ્હીથી ખરીદવામાં આવ્યા હતા. ચોરીમાં અંદરથી જ કોઈ વ્યક્તિનો હાથ હોવાની અમને આશંકા છે. પરંતુ, અમે હજી તપાસ કરી રહ્યા છીએ’,

તેમ હરણી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર આર.એસ. બારિયાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રિનોવેશનનું કામ શરુ થયું ત્યારથી કામ કરી રહેલા મજૂરો, હોસ્પિટલના વહીવટદારો તેમજ મેન્ટેનન્સ સ્ટાફ સિવાય કોઈએ પરિસરની મુલાકાત લીધી નથી. કોરોનાની નવી લહેર લોકોને ડરાવી રહી છે. શહેર અને જિલ્લાઓમાં પહેલા કરતાં અત્યારે નવા કેસમાં વધારો થતાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, મંગળવારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ૩,૪૬૮એ પહોંચી ગઈ હતી.

કોરોનાની પહેલી લહેર દરમિયાન ૧૭મી સપ્ટેમ્બરે સૌથી વધુ ૩,૨૪૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૭૧૨ થઈ ગઈ છે. જેમાંથી ૧૦૩ ઓક્સિજન પર અને ૫૬ વેન્ટિલેટર અથવા મ્ૈંઁછઁ મશીન પર છે. બાકીના દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અધિકારીઓનું કહેવું હતું કે, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં પાસેના જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.