Western Times News

Gujarati News

પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશભરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

નવીદિલ્હી: કિસાનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશભરમાં મિશ્ર અસર જાેવા મળી છે.બિહારમાં રાજદના કાર્યકર્તાઓ સવારથી જ દરેક જીલ્લામાં ભારત બંધની તૈયારીમાં લાગ્યા હતાં અને બજારો અને દુકાનો બંધ કરાવી હતી. રાજદ ઉપરાંત બિહારના લગભગ તમામ વિરોધ પક્ષોએ કિસાન સંગોઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધમાં ભાગ લીધો હતો. પટણમાં પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીન નેતાઓની પોલીસે ધરપકડ પણ કરી હતી. બંધને કારણે રાજયમાં અસર જાેવા મળી હતી ટ્રાફિક પણ ઓછો જાેવા મળ્યો હતો.

ત્રણ કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાન સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલ ભારત બંધની અસર રેલ સેવાઓ પર પણ પડી હતી પંજાબ હરિયાણા તરફ જતી ટ્રેનો પર બંધની સારી એવી અસર જાેવા મળી હતી.ચાર શતાબ્દી ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી. સિકંદરપુરમાં પ્રદર્શન કરી રહેલ ભાકપા માલેના ૨૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. તેમાં ભાકપા માલેના મુખ્ય નેતા શ્રીરામ ચૌધરી પણ સામેલ છે. ભારતીય કિસાન યુનિયનના કાર્યકરોએ સુરજપુર અને જેવરમાં ચક્કાજામ કર્યો હતો ચક્કાજામને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કાર્યકરોએ કેન્દ્ર સરકારની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ દિલ્હી સહારનપુર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુઝફફરનગર દેવબંધ માર્ગ જામ કરી દીધો હત

હરિયાણામાં અનેક રાજમાર્ગો મુખ્ય માર્ગો અને કેટલાક રેલ ટ્રેક પર કિસાન એકત્રિત થયા હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં આ ઉપરાંત બઠિડા લુધિયાણા અમૃતસર પટિયાલા મોહાલી રોહતક ઇઝઝર અને ભિવાની જીલ્લા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં અને સરકારની વિરૂધ્ઘ આક્રોશ વ્યકત કરવામાં આવી રહ્યો હતો. દિલ્હી મેટ્રો રેલ નિગમે ટ્‌વીટ કર્યું કે ટીકરી બોર્ડર બહાદુરગઢ સીટી અને બ્રિગેડિયર હોશિયાર સિંહ મેટ્રો સ્ટેશનો પહેલા બંધ કરવામાં આવ્યા હતાં પરંતુ બાદમાં પ્રવેશ અને નિકાસ દ્વાર ખોલી દેવામાં આવ્યા છે.

રેલવેના પ્રવકતાએ કહ્યું કે વિરોધ પ્રદર્શનને કારણે ચાર શતાબ્દી ટ્રેનોને રદ કરવામાં આવી છે ૩૫ અન્ય ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી ૪૦ માલગાડીઓની અવરજવર પણ પ્રભાવિત થઇ હતી જે ૪૪ સ્થાનો પપ ટ્રેનોની અવરજવર અવરોધાઇ છે તે દિલ્હી અંબાલા અને ફિરોજપુર રેલખંડ હેઠળ આવે છે. ઉત્તર રેલવેમાં આંદોનકારી કિસાન ૪૪ સ્થાનો પર પાટા પર બેસી ગયા હતાં જયારે ૩૫ ટ્રેનોને રોકવામાં આવી હતી અને ૪૦ માલગાડીઓની અવરજવર અવરોધાઇ હતી.દિલ્હી અને અમૃતસરને જાેડનારી રેલવે ટ્રેક પર જ ધરણા પર બેસી ગયા હતાં

આ દરમિયાન કિસાનોએ પોતાના શર્ટ ઉતારી દીધા હતાં અને સરકારની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. મકરૌલી ટોલ પ્લાઝાની પાસે રોહતક પાનીપત હાઇવે પર કિસાનોએ ટ્રેકટરો અને અન્ય વાહનોને લગાવી જામ કરી દીધો હતો હરિયાણામાં પણ ભારત બંધને કારણે અનેક મહત્વપૂર્ણ નેશનલ હાઇવે બંધ થઇ ગયા છે.

ભુવનેશ્વરમાં ઓરિસ્સા કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓએ સંયુકત કિસાન મોરચાના ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતાં. અને માર્ગ જામ કરી દેવામાં આવ્યા હતાં ઉત્તરપ્રદેશના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌને કહયું કે ભારત બંધને રાજયમાં સફળતા મળી છે.

ભારત બંધમાં અમને લોકોનો વેપારીઓનો ટ્રાંસપોર્ટરનો સહયોગ મળ્યો છે અને તેમણે પોતાના વેપાર બંધ રાખ્યો હતો. કિસાન નેતા ધર્મેન્દ્ર મલિકે કહ્યું કે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારત બંધ ખુબ સફળ રહ્યું છે મેરઠ ગાઝિયાબાદ સહારનપુર બાગપત મથુરા અને શામેલી જેવા વિસ્તારમાં બંધ ખુબ પ્રભાવી રહ્યું છે અને તેમાં લોકોનો સાથ મળ્યો હતો પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભારત બંધ ખુબ પ્રભાવી જાેવા મળ્યુ અનેક જગ્યાઓ પર માર્ગ જગ્યાઓ પર ટ્રાફિક જામ કરવાને લઇ કિસાનોની પોલીસથી અથડામણ થઇ હતી. કિસાનોએ પ્રયાગરાજના ઇફકો ચોક પર પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી પરંતુ પોલીસે કિસાનોને પ્રદર્શન કરતા રોકવાનો પ્રયાસ કર્યો જેનાથી પોલીસ અને કિસાન વચ્ચે ટકરાવની સ્થિતિ બની ગઇ ત્યારબાદ પણ કિસાનોએ પ્રદર્શન કર્યું અને કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.