Western Times News

Gujarati News

નલ સે જલ રાજ્યના દરેક ઘરને નળથી જળ આપવામાં દેશના ટોપ સાત રાજ્યોમાં ગુજરાત અગ્રીમ.

Files Photo

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે ૭ રાજ્યોને  વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટના ૪૬૫ કરોડ ફાળવ્યા – રૂ. ૧૦૦ કરોડ એકલા ગુજરાતના ફાળે.

કુલ ૯૨.૯૨ લાખ ગ્રામીણ ઘરોમાંથી ૭૭.૧૦ લાખ ઘરોને નળ જોડાણથી આવરી લેવાયા.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત હરેક ઘર ને નળ થી જળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના ૭ બેસ્ટ પરફોરમર  રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે.

કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના જે ૭ રાજ્યોએ જલ જીવન મિશન માં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેને વિશેષ પ્રોત્સાહન રૂપે ૪૬૫ કરોડ  રૂપિયાનું  વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નવીદિલ્હીમાં  આ જાહેરાત કરતા ગુજરાતની જલ જીવન મિશનની આ ગૌરવ સિદ્ધિ માટે કુલ ૪૬૫ કરોડ  વિશેષ અનુદાનમાંથી  ૧૦૦ કરોડ રૂપિયા એકલા ગુજરાતને ફાળવ્યા છે.

દેશના જે અન્ય રાજ્યોને આ વિશેષ પ્રોત્સહક અનુદાન આપવામાં આવ્યું છે તેમાં અરુણાચલ પ્રદેશ,મણિપુર,મેઘાલય,મિઝોરમ,સિક્કિમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે..

કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક  અનુદાન જે તે રાજ્યોને  ઝડપી કાર્ય પદ્ધતિ,નાણાકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપ લાઇન નેટવર્કની કાર્ય ક્ષમતાના માપદંડોને આધારે આપે છે.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીના  નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગે ગુજરાતમાં  રાજ્યના હેરક ઘરને ૨૦૨૨ સુધીમાં નલ સે જલ તહેત આવરી લેવાની કામગીરી મિશન મોડમાં ઉપાડીને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

રાજ્યમાં કોઈને ફ્લોરાઇડયુક્ત કે ક્ષારવાળુ પાણી પીવાને કારણે હાથીપગો કે હાડકાના રોગોન થાય દાંત પીળાના પડી જાય તેમજ  ગ્રામીણ બહેનોને માથે બેડા લઇ દૂર સુધી પાણી ભરવા જવુંના પડે

તેવીપ્રતિબદ્ધતાથી શ્રી વિજયભાઈ રૂપાણીએ હર ઘર જલ પર ફોકસ કરીને સમગ્ર રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ નો લક્ષ્યાંક રાખ્યો છે.

રાજ્યના પાણી પુરવઠા વિભાગે આ લક્ષ્ય પૂર્તિ માટે અસરકારક આયોજન કરીને કામગીરી વેગવંતી બનાવી છે.

ગુજરાતે આ વર્ષે  ૨૫ માર્ચ સુધીમાં ૧૧.૧૫ લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન(FHTC)ના લક્ષ્યાંક સામે ૧૧.૫૦ લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (નળ જોડાણ) પૂરા કર્યા છે. એટલું જ નહિ રાજ્યના પાંચ જિલ્લા મહેસાણા, પોરબંદર, બોટાદ આણંદ અને ગાંધીનગર સો ટકા ગ્રામિણ ઘરોમાં નળ જોડાણ(FHTC) ધરાવતા જિલ્લા બન્યા છે.

કોરોના કાળમાં  લોક ડાઉન અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે  પાણી પુરવઠા વિભાગે વર્ષ ૨૦૨૨ સુધીમાં સો ટકા ગ્રામિણ ઘરોમાં નળ જોડાણોના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરી છે.જેને કારણે ગુજરાતના કુલ ૯૨.૯૨ લાખ ગ્રામીણ ઘરોમાંથી ૭૭.૧૦ લાખ ઘરોને નળજોડાણ આપી દેવામાં આવ્યા છે.

બાકીના ૧૫.૮૨ લાખ ઘરોમાં સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન પહોંચાડવામાં આવશે.આ ૧૫.૮૨ લાખ ઘરોમાંથી ૩.૯૫ લાખ ઘર માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ૫.૯૭ લાખ ઘરો માટે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત ૧૦૦ લિટર પર કેપિટા પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ. ૧૩ હજાર કરોડના વિકાસ કાર્યો હાથ ધર્યા છે.

નર્મદા, કેનાલ, મહી, તાપી, મધુબન અને ધરોઇને સાંકળી વોટર ગ્રીડની મદદથી દરેક તાલુકા માટે સોર્સ અવેલેબિલીટી પણ  સુનિશ્ચિત કરી છે. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ જલ જીવન મિશનનીઘોષણા કરી હતી.

વડાપ્રધાનશ્રી એ સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં આ યોજના હેઠળ ઘરે ઘરે  નળ થી પાણી પહોંચે તેવો લક્ષ્યાંક આપ્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ  આ લક્ષ્ય વર્ષ ૨૦૨૨માં જ પૂરું કરવાની પ્રતિબધ્ધતા સાથે સમગ્ર પાણી પુરવઠા તંત્રને પ્રેરિત કરતા ગુજરાતે આ અગ્રેસરતા  પુરવાર  કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.