Western Times News

Gujarati News

વ્હાઇટહેટ જુનિયરે વિદ્યાર્થીઓને એડવાન્સ્ડ લર્નિંગની તકો ડિલિવર કરવા અગ્રણી સ્પેસ કંપની એન્ડ્યુરોસેટ સાથે ભાગીદારી કરી

વિશિષ્ટ જોડાણથી વિદ્યાર્થીઓ અવકાશમાં સેટલાઇટની કામગીરીમાંથી કમાન્ડ ટ્રાન્સમીટ કરી શકશે અને ડેટા એક્સેસ કરી શકશે

મુંબઇ, કોડિંગ અને મેથમાં 1:1 લાઇવ ક્લાસિસ ડિલિવર કરવા માટે જાણીતી અગ્રણી એડટેક કંપની વ્હાઇટહેટ જુનિયરે એન્ડ્યુરોસેટ (EnduroSat) સાથે લાંબાગાળાની ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે. આ કરારમાં ડિસેમ્બર 2021માં સેટેલાઇટ લોંચ કરવાનું સામેલ છે, જેમાં વ્હાઇટહેટ જુનિયરને સમર્પિત પેલોડ રહેશે,

જેનાથી વિદ્યાર્થીઓ અવકાશમાંથી શીખવા માટે સક્ષમ બનશે. વધુમાં વ્હાઇટહેટ જુનિયરના વિદ્યાર્થીઓ પાસે જૂન 2021માં લોંચ માટે સુનિશ્યિત થયેલા સેટેલાઇટની ટ્રાયલ ધોરણે મર્યાદિત એક્સેસ રહેશે. બંન્ને સેટેલાઇટ્સ સ્પેસએક્સ (SpaceX) ફાલ્કન 9 રાઇડશેર આધારિત રહેશે.

વ્હાઇટહેડ જુનિયર અને એન્ડ્યુરોસેટ વચ્ચેનું આ યુનિટ કોલાબ્રેશન વિદ્યાર્થીઓ વિજ્ઞાનની તકોને આકર્ષિત રીતે એપ્લાય કરી શકશે, જેનાથી અવકાશમાં સેટેલાઇટની કામગીરીમાં કમાન્ડ મોકલવા અને ડેટા એક્સેસ કરવાની તક મળશે. સેન્સર ડેટાના વિશ્લેષણ (દરેક સેટેલાઇટમાં 30થી વધુ સેન્સર્સ ઓનબોર્ડ હોય છે,

જેમાં ઇન્ફ્રારેડ, ટેમ્પરેચર, સન સેન્સર, જાયરોસ્કોપ વગેરે)થી લઇને કેમેરા કંટ્રોલ (અવકાશની વિવિધ ચીજોના પિક્ચર્સ લેવા)થી લઇને મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા જેવી ઘણી વિજ્ઞાન સંબંધિત તકો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. વધુમાં વિદ્યાર્થીઓ વ્હાઇટહેટ જુનિયરના પેલોડ કમ્યુટર (રાસ્પબેરી પીઆઇ 4 સાથે મેઇન બોર્ડ કમ્યુટર સાથે ડાયરેક્ટ  લિંક) ઉપર આ સ્પેસ ડેટા સાથે વિવિધ પ્રકારે સહભાગી રહેવા માટે પણ સક્ષમ બનશે. આ તમામ અનુભવ વ્હાઇટહેટ જુનિયરના અભ્યાસક્રમ સાથે સરળતાપૂર્વક સામેલ કરવામાં આવ્યો છે અને તે ગેમિફાઇડ કન્ટેન્ટને અનુસરશે, જેથી વિદ્યાર્થીઓનું મહત્તમ એંગેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય.

વ્હાઇટહેટ જુનિયરના સંસ્થાપક અને સીઇઓ કરણ બજાજે જણાવ્યું હતું કે, “અમે હંમેશાથી સંશોધનથી સર્જનની ક્ષમતામાં વિશ્વાસ કર્યો છે. આ ભાગીદારી બાળકોને વિચારશીલ બનાવવા માટે સક્ષમ કરવાના અમારા મીશનનો પુરાવો છે. અમે અમારા વિદ્યાર્થીઓને વિશિષ્ટ અભ્યાસની તકો ઓફર કરતાં ઉત્સાહિત છીએ અને વિવિધ વ્યૂહાત્મક અને કોર્પોરેટ ભાગીદારોને સાંકળવાની પ્રક્રિયામાં છીએ.”

એન્ડ્યુરોસેટના સંસ્થાપક અને સીઇઓ રાયચો રેશેવે જણાવ્યું હતું કે, “અમે વ્હાઇટહેટ જુનિયર સાથે ભાગીદારી કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ. આ પ્રથમ મીશન છે કે જેમાં ભાગીદાર બાળકોના નાની ઉંમરથી જ શિક્ષણને આગળ વધારવા માટે સમર્પિત છે.

એન્ડ્યુરોસેટ લાંબા સમયથી સ્પેસ એજ્યુકેશનની તરફેણ કરતું આવ્યું છે અને અમારી પોતાની સ્પેસપોર્ટ એકેડમી (Spaceport Academy) દ્વારા દરેક માટે તેને ઉપલબ્ધ બનાવ્યું છે.’’ એન્ડ્યુરોસેટના ફાઉન્ડર અને સીઇઓ રાયચો રેશેવેએ વધુમાં જણાવ્યુ કે, ‘‘અમને આશા છે કે આ મીશન સ્પેસમાં રૂચિ ધરાવતી નવી પેઢીને પ્રોત્સાહિત કરશે અને બાળકો સાથે સ્પેસ મીશન શેર કરવાની સંભાવનાથી પણ ઉત્સાહિત છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.