Western Times News

Gujarati News

ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેરના ૨૫ વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી

ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટરમાં ભણતા ૨૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન કૃષ્ણના ફૂલના હિંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા, તેમજ સુંદર કૃષ્ણધૂન ભજન-આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દેશના સામાન્ય નાગરિક જેમ જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણજન્મની ઉજવણી કરી ભગવાન કૃષ્ણની લીલાનો આનંદ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન માણતા હોય છે, તે આનંદ ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટરમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માણી ભગવાન કૃષ્ણની ભક્તિનો મહિમા સમજે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ ઓમકાર દિવ્યાંગ ટ્રેનિંગ ડે-કેર સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.