Western Times News

Gujarati News

ભિલાડમાં ર્માં મેલડી એકતા ધામ ટ્રસ્ટે ફેલાવેલી માનવતાની મહેક

(પ્રતિનિધિ) વલસાડ, ભિલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીકમાં મેલડી માતાના મંદિરના સાંનિધ્યમાં આયોજીત કાર્યક્રમમાં ડેહલીનો હાડલપાડા અને પ્રથમ પાડાની શાળાના વિદ્યાર્થીઓને એકતા ધામ ટ્રસ્ટ દ્વારા ગણવેશ વિતરણ અને બટુક ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશ ભક્તા, ટ્રસ્ટી શ્રી હબીબ હલાણી, ડો. શ્રી રાજેશ વાસ્તવ, દાતા શ્રી ભરતભાઈ વસાણી, નાયબ મામલતદાર રેખાબેન, બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી કમલેશ ચૌહાણ વગેરેની હાજરી જાવા મળી હતી. આ પ્રસંગે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરી બટુક ભોજનનો લાભ અપાયો હતો. અત્રે નોંધનીય છે કે, ર્માં મેલડી એકતા ધામ ટ્રસ્ટે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઉમરગામ તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી જેમાં તાલુકાની ૧પ૬ શાળાના ર૬ હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, દક્ષિણા અને બટુક ભોજન કરાવી આનંદની અનુભૂતી મેળવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.