Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

પશ્ચિમ રેલ્વે પર વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ અને સંભાળ આપવામાં હંમેશાં અગ્રેસર રહી છે. આ સંગઠને નિરંતર કાર્ય કરવાનું ચાલુ રાખ્યું છે અને વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પોતાને સમર્પિત કર્યું છે. સંગઠન હંમેશાં આવા પરોપકારી કાર્યો દ્વારા અગ્રેસર રહી છે.

સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ જ ક્રમમાં શ્રીમતી કંસલે પશ્ચિમ રેલ્વેના રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રતલામ ડિવિઝનની વાર્ષિક મુલાકાત દરમિયાન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના સંબંધિત વિભાગીય એકમો સાથે ચર્ચા કરી હતી અને મહિલા સશક્તિકરણ તથા સમાજ કલ્યાણના વિવિધ પાસાઓને પ્રોત્સાહિત કર્યા.

પ્રથમ અને દ્રિતીય ફોટામાં પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ, રાજકોટ ડિવિઝનની કોઠી કમ્પાઉન્ડ કોલોનીમાં ચિલ્ડ્રન્સ પાર્કનું ઉદઘાટન કરતા નજરે પડે છે અને ત્રીજા ફોટામાં આ પ્રસંગ પર પાર્કમાં વૃક્ષારોપણ કરતા નજરે પડે છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રીલીઝ મુજબ, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી કંસલ દ્રારા આ વિભાગીય એકમોના સભ્યો સાથે બેઠક કરી હતી અને આ ડીવીઝનના મહિલા કર્મચારીઓના હિતમાં અને તેમની  આવશ્યકતાઓને સબંધિત જાણકારી પ્રાપ્ત કરી હતી. રાજકોટ ડિવિઝનની તેમની મુલાકાત દરમિયાન શ્રીમતી કંસલે કોઠી કમ્પાઉન્ડ કોલોની ખાતેના ચિલ્ડ્રન્સ પાર્કનું ઉદઘાટન કર્યું હતું.

આ સાથે જ શ્રીમતી કંસલ દ્વારા રાજકોટ, ભાવનગર અને અમદાવાદ સહિતના દરેક ડિવિઝન માટે રૂ.50,000 /- નું નકદ પુરષ્કાર જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમતી કંસલ દ્વારા ભૂતકાળમાં વડોદરા અને મુંબઇ સેન્ટ્રલ ડિવીઝન માટે પણ રૂ.50,000/- નું અલગ – અલગ નકદ પુરષ્કાર જાહેર કરવામાં આવ્યું હતું.

સંગઠનની આ ઉદાર પહેલથી આ ડિવિઝનના કર્મચારીઓને જરૂરી સુવિધા પૂરી પાડવામાં નોંધપાત્ર મદદ મળી રહી છે. રતલામ મંડળમાં શ્રીમતી કંસલ દ્રારા રતલામની મંડળ હોસ્પિટલના ફિઝિયોથેરાપી કક્ષને 43 ઇંચની ટેલિવિઝન સ્ક્રીનનું દાન કરવામાં આવ્યું હતું,

જેનું ઉદઘાટન શ્રીમતી કંસલ દ્વારા તાજેતરમાં મંડળની તેમની મુલાકાત દરમિયાન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના આ વિભાગીય એકમોના સંબંધિત અધ્યક્ષોએ શ્રીમતી કંસલનો સમાજ કલ્યાણ અને મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આપેલા દાન બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી ઠાકુરે કહ્યું કે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન હંમેશાં પશ્ચિમ રેલ્વેના કર્મચારીઓના કલ્યાણની બાબતમાં ખૂબ જ ઉદાર છે. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા કલ્યાણકારી કાર્ય કરવામાં આવ્યાં છે અને પશ્ચિમ રેલ્વે દ્વારા કર્મચારીઓની વિવિધ કલ્યાણ સબંધિત જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે. નાણાકીય યોગદાન અને રાહત સામગ્રી પ્રદાન કરવામાં યોગ્ય સંકલનની સાથે, આ સંગઠને રાષ્ટ્રીય આપદાઓના સમયમાં પણ મહત્વની સહાયક ભૂમિકા ભજવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.