Western Times News

Gujarati News

મિસ્ટ્રી ગર્લ સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રમિયર લીગની ૧૪ મી સીઝન શરૂ થઈ છે. ચેન્નાઇમાં પ્રથમ મેચ સાથે આપીએલની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે આઇપીએલની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગત વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ હશે. આઇપીએલમાં ઘણી વખત દર્શકો વચ્ચે એવી મિસ્ટ્રી ગર્લ જાેવા મળે છે જે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આવો અમે તમને જણાવીએ આવી મિસ્ટ્રી ગર્લ્સ જે આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે. આઇપીએ હરાજી ૨૦૨૧ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવવા માટે એક મિસ્ટ્રી ગર્લ જાેવા મળી હતી.

જેનું નામ કાવ્યા મારન છે. કાવ્યા મારન ફેમસ બિઝનેસમેન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યાના પિતા કલાનિધિ સન ગ્રુપના માલિક છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ પર પણ આ કંપનીનો માલિકીનો હક છે. ઘણી વખત મુંબઇ ઇન્ડિયન્સની મેચ દરમિયાન જાેવા મળતી અદિતી હુંડિયા પણ આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહી છે. અદિતીને સૌથી પહેલા ૨૦૧૯ ની આઇપીએલ ફાઇનલમાં જાેવામાં આવી હતી.

જ્યાં મુંબઇએ ચેન્નાઈને ૧ રનથી હરાવી પોતાનો ચોથો ખિતાબ હાંસલ કર્યો હતો. અદિતી હુંડિયાને લોકો ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખે છે. હકીકતમાં અદિતી અને ઇશાન ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરતા જાેવા મળે છે. ૨૦૧૯ આઈપીએલ દરમિયાન આરસીબીની ફેન ગર્લ તરીકે દીપિકા ઘોષ પણ રાતોરાત ચર્ચામાં આવી હતી. તે આરસીબી અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી એક મેચમાં જાેવા મળી હતી, ત્યારબાદથી તેને સોશિયલ મીડિયા પર સતત રિકવેસ્ટ આવવા લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.