Western Times News

Gujarati News

કોરોનાની સારવારમાં બેદરકારીની ફરિયાદ ડબ્લ્યુએચઓથી કરશે

લખનૌ: આમ આદમી પાર્ટી (આપ)એ ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે થઇ રહેલ મોતોમાં ખુબ વધારા વચ્ચે બીજા રાજયોમાં ચુંટણીમાં પ્રચાર કરી રહેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે રાજયમાં કોવિડની સારવાર અને રસીકરણાં થઇ રહેલ બેદરકારીની ફરિયાદ વિશ્વ આરોગ્ય સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) કરશે

આપના રાજયસભા સાંસદ અને ઉત્તરપ્રદેશ પ્રભારી સંજય સિંહે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો રાજયમાં કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે શ્મશાનમાં અંતિમ ંસંસ્કાર માટે લાઇનો લાગી છે.અનેક જીલ્લાથી કોવિડની રસી ખતમ થવાના અહેવાલો આવી રહ્યાં છે.સિંહે કહ્યું કે તે પ્રદેશમાં કોરોનાની સારવાર અને રસીકરણમાં થઇ રહેલ બેદરકારીની ફરિયાદ વિશ્વ આરોગ્ય સંગઠનથી કરશે

તેમણે કહ્યું કે જયારો રોમ સળગી રહ્યો હતો ત્યારે નીરો શાંતિથી વાંસળી વગાડતા હતાં યોગી આદિત્યનાથની સ્થિતિ પણ કંઇ આવી જ છે. જનતાએ તેમને ૩૨૫ બેઠક આપી એટલા માટે મુખ્યમંત્રી બનાવ્યા નથી કે મહામારી દરમિયાન લોકોને મારવા માટે છોડી તે પાર્ટીના ચુંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. યોગીએ બતાવે કે જનતાની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે કે ચુંટણી પ્રચાર.આપના રાષ્ટ્રીય પ્રવકતાએ આરોપ લગાવ્યો કે સરકાર અને તેમના મેતાઓ પાસે આ વસ્તુઓ પર ધ્યાન આપવા માટે સમય નથી કોરોના તો તેમના માટે ભ્રષ્ટ્રાચારની તક છે.સિંહે આ પ્રસંગ પર વૃજલાલ લોધીને પાર્ટીના પ્રદેશ એકમના સહ પ્રભારી મનોનીત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.