Western Times News

Gujarati News

રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક વી ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી

નવીદિલ્હી: રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક વીને એક્સપર્ટ કમિટીએ ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે.આ સાથે કોરોના સાથે નિપટવા માટે દેશને ત્રીજી વેક્સીન મળી ગઈ છે. દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ પહેલા જ થઇ રહ્યો છે. હવે સ્પુતનિક ફ ને મંજૂરી મળ્યા પછી આ મહામારીથી નિપટવા માટે ડોક્ટરો પાસે વધુ એક હથિયાર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા રશિયાએ જ કોરોના વેક્સીન સ્પુતનિક ફ બનાવવાનો દાવો કર્યો હતો.
આ પહેલા એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે ભારતમાં ઓક્ટોબર સુધી પાંચ વેક્સીનને મંજૂરી મળી શકે છે.

રિપોર્ટ પ્રમાણે આ વેક્સીન ડૉ રેડ્ડીઝના સહયોગથી તૈયાર થઇ રહેલી સ્પુતનિક ફ, બાયોલોજિકલ ઇ ના સહયોગથી બની રહેલી જાેનસન એન્ડ જાેનસનની વેક્સીન, સીરમ ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવી રહેલી નોવાવેક્સ વેક્સીન, ઝાયડસ કેડિલા વેક્સીન અને ભારત બાયોટેકની ઇંટ્રાનસલ વેક્સીન છે. આવામાં સ્પુતનિક ફ ને મંજૂરી મળ્યા પછી ભારતના ટિકાકરણ અભિયાન ઝડપથી આગળ વધી શકશે.

તમને જણાવી દઈએ કે આરડીઆઈએફ અને હૈદરાબાદ સ્થિત વિરચો બાયોટેકે ૨૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવા માટે એક સમજૂતી કરી છે. સ્પુતનિક ફ ભારતને વેક્સીનના ૮.૫ કરોડ ડોઝ આપશે. જેનાથી ભારતમાં કોવિડ-૧૯ સાથેની લડાઇને મોટા સ્તર પર પ્રોત્સાહન મળશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.