Western Times News

Gujarati News

કોરોનાએ લોકોને એેટલા ડરાવ્યા કે સ્વજનોની અંતિમવિધિ બાદ અસ્થિ પણ લેેવા જતા નથી

files Photo

રાજકોટ: ગુજરાત ફરી એકવાર કોરોનાનાં કહેર વચ્ચે દેખાઇ રહ્યુ છે. લોકો આ કહેર વચ્ચે ખૂબ પરેશાન થઇ રહ્યા છે. અહીં દરરોજ હજારો કોરોનાનાં કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ દર્દી માટે રાજકોટની હોસ્પિટલોમાં પથારી લેવી મુશ્કેલ બની ગઈ છે. વળી અહી સ્થિતિ કેટલી ખતરનાક છે તેનો અંદાજાે તમે એ વાત પરથી લગાવી શકો છો કે અહી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જાેવી પડે છે. ઘણા સ્થળોએ, અંતિમવિધિ પછી પણ, પરિવારનાં સભ્યો અસ્થિ લેવા આવતા નથી.

રાજ્યમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં બેડ્‌સ, વેન્ટિલેટર જાણે અચાનક જ ઘૂટી ગયા છે. એટલુ ઓછુ હતુ કે, હવે સ્મશાનગૃહમાં પણ અંતિમવિધી માટે લોકોને કલાકો સુધી રાહ જાેવી પડી રહી છે. રાજ્યમાં ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે, જ્યારે લોકો પોતાના સ્વજનની અસ્થિ પણ લેવા માટે પરત નથી આવી રહ્યા. આ અંગે રામનાથ પરાનાં સ્મશાન સંચાલક શ્યામ પામખાનીયા કહે છે કે, સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે એક લાઇન બનાવવામાં આવી રહી છે.

સ્થિતિ એ છે કે અંતિમ સંસ્કાર બાદ પરિવારનાં લોકો એટલા ડરમાં રહે છે કે અસ્થિ પણ નથી લેવા આવી રહ્યા. જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે તે અંગે વહીવટી તંત્ર કોઈ નક્કર પગલા નથી ભરી રહ્યું હોવાની પણ જનમુખે ચર્ચા થઇ રહી છે. ક્યાંક સ્મશાનસ્થળમાં અંતિમ વિધિ માટે લાઇન લાગી રહી છે તો ક્યાંક અંતિમ સંસ્કાર કર્યા બાદ પણ પરિવાર અસ્થિ લઇને નથી જઇ રહ્યા.

રાજકોટમાં ચાર સ્મશાનગૃહ છે, પરંતુ સૌથી મોટો સ્મશાનગૃહ રામનાથ પરા છે. આ અંગે વધુમાં વાત કરીએ તો, અહીં છેલ્લા ત્રણ મહિનાથી એક હજારથી વધુ અસ્થિઓ એવી છે, જેને લેવા માટે કોઈ આવ્યું નથી. કોરોનાનો ડર એવો છે કે લોકો હોસ્પિટલ અથવા સ્મશાનગૃહમાં જવાનું ટાળી રહ્યા છે. ૨૦૨૦ માં, રામનાથ પરાનાં સ્મશાનગૃહનાં લોકોએ વિધિ વિધાન દ્વારા હરિદ્વારમાં ચાર હજારથી વધુ અસ્થિઓ વિસર્જન કરી હતી. વળી ૨૦૨૧ માં છેલ્લા ત્રણ મહિનામાં એક હજારથી વધુ અસ્થિઓ કોઇ લેવા જ આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.